________________
(४) तस्मात् सर्व-अनर्थस्य कारणं संकल्पं वर्जयेत् । संकल्प भेट વિષયચિંતન, ગીતાના શબ્દમાં, “વિષયધ્યાન'; વયેત્ - ત્યાગ કરવો જોઈએ; તેથી સર્વ અનર્થોનાં મૂળ કારણ, મૂળ-રૂપ, એવાં વિષયચિંતનને છોડી ત્યજી દેવું જોઈએ. (૩૨૮) અનુવાદ :
ત્યારપછી, (એટલે કે વિષયોમાં પ્રવૃત્ત થયા પછી), તે (જ્ઞાની મનુષ્ય) આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થાય છે; (આ રીતે) ભ્રષ્ટ થયેલા એવા તેનું અધ:પતન થાય છે અને અધપતિત એવા તેની, નાશ વિના, ફરીથી ઉન્નતિ જોવામાં આવતી નથી; તેથી, સર્વ અનર્થોનાં મૂળ કારણરૂપ વિષયચિંતનનો ત્યાગ કરવો જોઈએ. (૩૮) ટિપ્પણ:
અધ:પતનની જે નિસરણીનું નિરૂપણ, ગયા શ્લોકમાં શરૂ કરવામાં આવ્યું હતું તેને, ગીતાની જ પદ્ધતિએ, અહીં, પૂરું કરવામાં આવે છે.
નિસરણીએ રહેલો માણસ નીચે ગબડે, પછી, તે, અધવચ્ચે તો ક્યાંય અટકે જ નહીં ! એના માટે તો એક જ શક્યતા સુનિશ્ચિત : સર્વનાશ, સંપૂર્ણ નાશ !
વિષયપ્રાપ્તિની ઇચ્છાથી (સાત) પ્રવૃત્ત થયેલો તે મનુષ્ય પોતાના આત્માનો વિભ્રંશ પામે છે, આત્મસ્વરૂપથી તે ભ્રષ્ટ થાય છે; અને આવો ભ્રષ્ટ માણસ તો નીચે જ પડે (અધઃ પતિ ) ! અને નીચે પડેલો માણસ, ફરી પાછો, જયાં હતો ત્યાં, ઊંચે-ઉપર, કેવી રીતે આવી શકે ? આવા માણસની પોતાની ફરી પાછી ઉન્નતિ (કારો) થઈ હોય, એવું ક્યાંય જોયું-સાંભળ્યું નથી (ર્તે ) ! એના માટે તો નાશ, એ એક જ વિકલ્પ (નાશ વિના) !
પરંતુ, તો પછી, આવી નિસરણીનાં નિરૂપણનું તાત્પર્ય શું? ફક્ત એક જ, (તમત) કે નિસરણી પરથી નીચે પડવાનું શરૂ જ ન થાય ! અધઃપતનનાં જે પગથિયાં અહીં વર્ણવવામાં આવ્યાં છે, તેમાંનું સૌપ્રથમ, ઉપરનું હતું, - વિષયોમાં ચિત્તનું ચોંટવું (વિષયેષુ વિશદ્ વેતઃ | શ્લોક-૩૨૭) તે. આ જ હતું સર્વ અનર્થોનું મૂળ કારણ (સર્વાનસ્ય વાર), ઉપલે પગથિયેથી છેક નીચે પડવાનું, અધપતનનું અને પછી વિનાશનું !
સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ માત્ર આટલો જ કે ફરીથી આત્મોન્નતિની શક્યતા જ ન રહે એવા વિનાશથી જો બચવું હોય તો, સાધકે, અધઃપતનનો આરંભ કરે એવા
સંકલ્પનો, એટલે કે વિષયોમાંની આસક્તિનો જ ત્યાગ કરવો જોઈએ - (સંવ વર્જયેત્ ).
૬૦૪ | વિવેકચૂડામણિ