________________
જ મોહક છે, ગમે તેવા મજબૂત મનના માણસ પર પોતાની મોહિનીનો જાદુ પાથરી દે છે; અને મનુષ્યનું આ અહંબુદ્ધિ સાથે જોડાણ થાય કે તરત જ તેની, અનેક જન્મોની, વાસનાઓ જાગી જાય છે, સળવળી ઊઠે છે અને અનેક દુષ્કર્મોનાં ફળ ભોગવવા તેને અનંત યોનિઓમાં ફંગોળી દે છે.
અને આવી અનર્થકારક અને અનિચ્છનીય પરિસ્થિતિમાં ફેંકાઈ ગયેલા મનુષ્યને વિક્ષિપ્ત કરી નાખવાનું કામ તો, વિક્ષેપશક્તિ માટે, “ડાબા હાથના ખેલ જેવું સાવ સહેલું ને સટ્ટ બની જાય !
આમ, સહેજ-માત્ર જાગ્રત ન રહેનાર સાધક, રજોગુણ-તમોગુણ, એ બે ગુણોના રાક્ષસી પંજામાં સપડાઈ જાય છે અને તે બે ગુણો પરસ્પર સાથે મળીને, પોતપોતાની શક્તિઓ – આવરણશક્તિ અને વિક્ષેપશક્તિ - વડે, “મોહિની' એવી અહબુદ્ધિને પણ પોતાની આ વિનાશલીલામાં સાથે જોડીને, સાધકને સંસારબંધનમાં જકડીને, તેનાં મોક્ષપ્રાપ્તિનાં ધ્યેયને ભૂલવી નાખીને, તેને સંસારમાં જ ભમતો-રખડતો-અટવાતો કરી મૂકે છે !
ટૂંકમાં, આચાર્યશ્રી, આ શ્લોકમાં, મોક્ષાર્થી સાધકને ચીમકી અને ચેતવણી આપે છે કે પોતાની મોક્ષપ્રાપ્તિની કારકિર્દી અકબંધ જળવાઈ રહે તે માટે, તેણે, એક પછી એક, વારાફરતી, તેના પર આક્રમણ કરવા માટે ટાંપીને બેઠેલા તમોગુણ અને રજોગુણની વિનાશલીલાથી સદા-સર્વદા વેગળા રહેવું જોઈએ.
શ્લોકનો છંદ : અનુષુપ (૩૪૪)
૩૪૫
विक्षेपशक्तिविजयो विषमो विधातुं
निःशेषमावरणशक्तिनिवृत्त्यभावे दृग्दृश्ययोः स्फुटपयोजलवद्विभागे
नश्येत् तदावरणमात्मनि च स्वभावात् । निःसंशयेन भवति प्रतिबन्धशून्यो
विक्षेपणं न हि तदा यदि चेन्मृषार्थे ॥३४५॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
વિક્ષેપશક્તિવિજયો વિષમો વિધાતું
નિઃશેષમાવરણશક્તિનિવૃત્યભાવે દગ્દશ્યયોઃ સ્કૂટપયોજલવવિભાગે નક્ષેતુ તદાવરણમાત્મનિ ચ સ્વભાવાત્ |
વિવેકચૂડામણિ | ૬૪૯