________________
શબ્દાર્થ :
દંડાન્વય” હોવાથી, શ્લોકની ચાર પંક્તિનાં ચાર સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે
(૧) અત્યન્તવૈરાગ્યવત: સમાધિ: (મતિ) | - સત્ય એટલે તીવ્ર, દઢ, પરિપક્વ, ઊંડો, પાકો, પૂરો. ઊંડા-તીવ્ર વૈરાગ્યવાન(સાધકોને જ સમાધિ થાય છે.
(૨) સાહિતી વવ વોધ: (સ્તિ) | - સમાહિત (સમ્ + મા + ધા, – એ ધાતુનું કમણિ ભૂતકૃદંતનું રૂપ) એટલે સમાધિસ્થ, જેને સમાધિ થઈ હોય તે, સમાધિ પામેલો; દૃઢ એટલે પાકું, ઊંડું, પરિપક્વ, સંનિષ્ઠ પ્રોધઃ એટલે જ્ઞાન; (આવા) સમાધિસ્થને જ દૃઢ જ્ઞાન મળે છે.
(૩) પ્રવૃદ્ધતત્ત્વ દિવશ્વમુક્ટ્રિ: (મતિ) . પ્રબુદ્ધતત્ત્વ એટલે જેને પૂરેપૂરુંપાકું તત્ત્વજ્ઞાન થયું હોય તે, જ્ઞાન મેળવ્યા પછી જેણે આત્મતત્ત્વને આત્મસાત્ કરી લીધું હોય તે. વધુ એટલે સંસારનું બંધન. આવા “પ્રબુદ્ધતત્ત્વને જ સંસારનાં બંધનમાંથી મુક્તિ એટલે કે છુટકારો મળે છે. હિં-શબ્દ સર્વ વાક્યોના અર્થમાં નિશ્ચય સૂચવે છે.
. (૪) મુત્મિનઃ નિત્ય-સુવ-અનુભૂતિઃ (મતિ) મુwત્મા એટલે ઉપર્યુક્ત સંસારબંધનમાંથી મુક્તિ પામેલો માણસ; આવી વ્યક્તિને જ નિત્ય-સુખ, એટલે નિત્યઆનંદનો અનુભવ થાય છે. (૩૭૬) અનુવાદ :
ઊંડા વૈરાગ્યવાન(સાધકોને જ સમાધિ થાય છે. આવા સમાધિસ્થને જ દૃઢ જ્ઞાન થાય છે. જ્ઞાન વડે જેણે આત્મતત્ત્વ જાણ્યું હોય, તેને જ (સંસારનાં)બંધનમાંથી મુક્તિ મળે છે અને આવા મુક્તાત્માને જ નિત્યસુખનો અનુભવ થાય છે. (૩૭૬) ટિપ્પણ :
અહીં, ચારેય વાક્યોમાં, મુમુક્ષુ સાધકને પ્રાપ્ત થતી સિદ્ધિ, વૈરાગ્યથી શરૂ થાય છે અને અંતે શાશ્વત-બ્રહ્મ-આનંદના અનુભવમાં પરિસમાપ્ત થાય છે : વૈરાગ્ય પછી સમાધિ, ત્યારપછી જ્ઞાન, ત્યારપછી બંધનમુક્તિ અને છેલ્લે નિત્યસુખાનુભૂતિ.
પરંતુ આ ચારેય તબક્કામાં પ્રાપ્ત થતી સિદ્ધિને જરા સૂક્ષ્મ દૃષ્ટિએ જોઈને સમજવા જેવી છે : અહીં સામાન્ય પ્રકારના વૈરાગ્યની વાત નથી; ઘણી વ્યક્તિઓને આવેશમાં અને ઉતાવળમાં, “શ્મશાન-વૈરાગ્ય થાય છે; અને આવો વૈરાગ્ય કદી સિદ્ધ થઈ શકે નહીં, “સમાધિનો લાભ તો તેને જ મળે, જેનો વૈરાગ્ય, વિવેકબુદ્ધિમાંથી, પૂરી સમજણ પછી, પ્રગટેલો પરિપક્વ, તીવ્ર, દઢ અને હૃદયસ્પર્શી ફર્મા -૪૬
વિવેકચૂડામણિ | ૭૨૧