________________
ज्ञात्वा स्वमात्मानमखण्डबोधं
तेभ्यो विमुक्तः स्वयमेव शाम्यति ॥३५३॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
ઇત્યં વિપશ્ચિ સદસદ્ વિભજ્ય
નિશ્ચિત્ય તત્ત્વ નિજબોધદા | જ્ઞાત્વા સ્વમાત્માનમખંડબોધ
તેભ્યો વિમુક્ત સ્વયમેવ શાસ્થતિ ૩૫all શ્લોકનો ગદ્ય અન્વય :
विपश्चित् इत्थं सद्-असद् विभज्य, निजबोधदृष्ट्या तत्त्वं निश्चित्य, आत्मानं स्वं अखण्डबोधं ज्ञात्वा, तेभ्यः (असन्मिथ्यापदार्थेभ्यः, अनात्मभ्यः च) विमुक्तः (સન) સ્વયં પર્વ શાતિ રૂપરા શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : વિપશ્ચત સ્વયં પર્વ શાસ્થતિ ! – વિચિત્ એટલે વિદ્વાન માણસ, - જેણે શ્રુતિસાહિત્યનું વ્યાપક અને ઊંડું અધ્યયન કર્યું છે અને મોક્ષપ્રાપ્તિરૂપી પોતાનાં સર્વોત્તમ જીવન ધ્યેય વિશે જેણે પોતાની આત્મદષ્ટિને કેળવી છે. આવો માણસ શું કરે છે? - પોતાની મેળે જ, પોતે જ, અનાયાસે જ શાંત થઈ જાય છે. આ પહેલાં તે શું કરે છે? તેણે શું કરવાનું છે? – નીચે પ્રમાણે ચાર ક્રિયાઓ તેણે સિદ્ધ કરવાની રહે છે :
(૧) રૂલ્ય એટલે આ રીતે, આ પ્રમાણે. - એટલે કે આ પહેલાંના શ્લોકો(૩૫૧-૩પર)માં સૂચવ્યા પ્રમાણે (સ-મદ્ વિમળ્ય) - સત્ અને અસના વિભાગ કરીને, તે બે વચ્ચેનો ભેદ સમજીને; સત્ એટલે પરમાત્મા, બ્રહ્મ; અને અસત્ એટલે અવિદ્યા અને તેનાં સર્વ પરિણામો. એ બંનેને, “સત્ય” અને “મિથ્યા', - એવા બે વિભાગોમાં વહેંચીને, જુદા તારવીને; તે બંને વચ્ચે વિવેક કરીને.
(ર) નિનવીધ તત્ત્વ નિશ્ચિત્ય | - તત્ત્વ એટલે આત્મતત્ત્વ; નિશ્ચિત્ય - તેનો નિશ્ચય કરીને, એટલે કે તેનાં સ્વરૂપનો સ્પષ્ટ નિર્ણય કરીને; આ નિશ્ચય શાના વડે કરવાનો છે? વોધ એટલે જ્ઞાન. પોતાની જ્ઞાનદષ્ટિથી, પોતાની જ્ઞાનમયી દૃષ્ટિ વડે, પોતાના અનુભવ-દર્શન વડે. (૩) માત્માનું સ્વ ઉડ્ડવોઉં જ્ઞાત્વા | વં માત્માનં એટલે આત્મરૂપ
૨૬૮ | વિવેકચૂડામણિ