________________
છે તે તો, એનું નામ સૂચવે છે તે પ્રમાણે, બહિરંગ' જ હતાં, એક પ્રકારની પૂર્વભૂમિકા-રૂપ જ હતાં; આટલી પાત્રતા પ્રાપ્ત કર્યા પછી, સાધકે, બ્રહ્મસાક્ષાત્કાર માટે, જે ઉચ્ચત૨, અધિકતર સિદ્ધિ સંપાદન કરવાની રહે છે તે, આ ત્રિવિધ અંતરંગ સાધનો, - ‘શ્રવણ’, ‘મનન’ અને ‘નિદિધ્યાસન' છે, જેનું, આ શ્લોકમાં નિરૂપણ કરવામાં આવ્યું છે.
‘બહિરંગ સાધનચતુષ્ટય’ અને ‘ત્રિવિધ અંતરંગ સાધનો', - એ બંનેની સંપૂર્ણ પાત્રતા મેળવ્યા પછી જ ‘નિર્વિકલ્પ સમાધિ’નો અધિકાર સાધકને મળે, એવો આચાર્યશ્રીનો અભિપ્રાય છે.
ટૂંકમાં, વેદાંતવિદ્યાના અધિકાર માટેનાં ‘શ્રવણ’-મનન’-‘નિદિધ્યાસન’, - એ ‘અંતરંગ-સાધન-ત્રિતય’નું અને એમાંનાં પ્રત્યેકની ઉત્તરોત્તર પ્રબલતરતાનું અહીં પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૩૬૫)
निर्विकल्पकसमाधिना स्फुटं ब्रह्मतत्त्वमवगम्यते ध्रुवम् । नान्यथा चलतया मनोगतेः प्रत्ययान्तरविमिश्रितं भवेत् ॥ ३६६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
399
નિર્વિકલ્પકસમાધિના સ્ફુટ બ્રહ્મતત્ત્વમવગમ્યતે ધ્રુવમ્ । નાન્યથા ચલતયા મનોગતેઃ પ્રત્યયાન્તરવિમિશ્રિત ભવેત્ ॥૩૬૬॥ શ્લોકનો ગદ્ય અન્વય :
निर्विकल्पकसमाधिना ध्रुवं ब्रह्मतत्त्वं स्फुटं अवगम्यते, न अन्यथा; मनोगतेः चलतया तद् प्रत्ययान्तरविमिश्रितं भवेत् ॥३६६॥
શબ્દાર્થ :
શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો
આ પ્રમાણે છે :
બ્રહ્મતત્ત્વ જાણી શકાય છે, બ્રહ્મતત્ત્વનું જ્ઞાન
(૧) બ્રહ્મતત્ત્વ અવામ્યતે । થાય છે. કેવું-કયા પ્રકારનું જ્ઞાન ? ટમ્ સ્પષ્ટ અને ધ્રુવમ્ નિશ્ચિતપણે, નિશ્ચિતરૂપે. આ જ્ઞાન શાના વડે થાય છે ? - નિવિદ્રત્ત્વસમાધિના। નિર્વિકલ્પક સમાધિ દ્વારા. મૈં અન્યથા બીજી કોઈ રીતે નહીં, બીજાં કોઈ સાધન દ્વારા, આ
૭૦૦ / વિવેકચૂડામણિ
-
-
·