________________
અટકાવવું, એ ધાતુ પરથી ઉપરતિ”ની જેમ જ આ શબ્દ (નામ, Noun) બન્યો છે. ઈન્દ્રિયોને વશ કરવામાં, એકાંતસેવન કારણરૂપ છે. (૨) વેતન: સરોધે ટ્રમ: રપ (ગતિ) સંરોધ એટલે નિરોધ, નિયમન, ચિત્તનો નિરોધ કરવામાં દમ' કારણરૂપ છે. (૩) પ્રવાસના શમેન વિત્નત્યં યાયાત્ | ગદંવાસના એટલે અહંકારની વાસના; વિનય એટલે નાશ; અહંકારની વાસનાનો નાશ “શમ' વડે થાય છે. (૪) તેના યોનિઃ સવા આવતા બ્રાહી માન-રસ-મનુભૂતિઃ (મતિ) . તે એટલે અહંકારની વાસનાના વિલયથી; વન એટલે અવિચળ, સ્થિર; બ્રાહી એટલે બ્રહ્મને લગતી, બ્રહ્મ-બાબતની, બ્રહ્મસંબંધી; અને તેના વડે (અહંકારવાસનાના વિલય વડે), યોગીને સદા બ્રહ્મને લગતા આનંદરસનો અચલ અનુભવ થાય છે. (૫) મુને વિત્તનિરોધ: અવ ફાર્ય: I તમામ્ – તેથી, તે કારણે, આ પહેલાંનાં વાક્યોમાં કહેવામાં આવ્યું છે, માટે. મુનિએ ચિત્તનો નિરોધ જ સતત પ્રયત્નપૂર્વક કરવો જોઈએ. (૩૬૯). અનુવાદ :
ઈન્દ્રિયોને વશ કરવામાં એકાંતસેવન કારણરૂપ છે, ચિત્તનો નિરોધ કરવામાં “દમ” કારણરૂપ છે, અહંકારની વાસનાનો વિલય “શમ' વડે થાય છે અને તેથી યોગીને સદા અચલ બ્રાહ્મીસ્થિતિમાં આનંદરસનો અનુભવ થાય છે; એટલા માટે, મુનિએ સતત પ્રયત્નપૂર્વક ચિત્તનો નિરોધ જ કરવો જોઈએ. (૩૬૯) ટિપ્પણ :
મુનિ એટલે મનનશીલ સાધક, સંન્યાસી. આવા મુનિએ સદા-સર્વદા, સતત, પ્રયત્નપૂર્વક, ચિત્તનિરોધ જ કરવો જોઈએ, એવો ભારપૂર્વક આદેશ અહીં સ-કારણ આપવામાં આવ્યો છે. * પોતાનાં “યોગસૂત્ર”ના આરંભમાં જ, પતંજલિએ યોગની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે : યોગા: વિત્તવૃત્તિનિરોધઃ | એટલે, એક હકીકત એ નિશ્ચિત થાય છે કે સમગ્ર યોગપ્રક્રિયાનો આધાર ચિત્તની વૃત્તિઓનાં નિયમન-નિયંત્રણ પર રહેલો છે. આવો આદેશ મુનિ કેવી રીતે અમલમાં મૂકી શકે, એની વિગતો આ શ્લોકમાં આપવામાં આવી છે.
આ પહેલાંના શ્લોકમાં, એકાંતસેવનનો ઉલ્લેખ, યોગ પ્રવેશની પૂર્વભૂમિકાનાં પાંચ સોપાનોમાંનાં એક તરીકે કરવામાં આવ્યો હતો. “કઠ ઉપનિષદના આ મંત્ર પ્રમાણે, પરમેશ્વરે, મનુષ્યની સર્વ ઇન્દ્રિયોને બહિર્મુખ રચી છે, તેથી તે સઘળું બહારનું જ જુએ છે, અંદરનું નહીં, -
'વિવેચૂડામણિ | ૭૦૭