________________
નથી કે ‘અસત્' પણ કહેવાતું નથી.”)
(૪) ‘અહં’-પ૬-પ્રત્યય-તક્ષિતાર્થઃ । અહમ્ એટલે ‘હું' એમ કહેતાં, એ શબ્દ ‘કોઈ એક દેહમાં રહેનારો', એવો વાચ્યાર્થ જ આપે; પરંતુ પરમાત્મા તો દરેક જીવની હૃદયગુહામાં વસે છે, તેથી અહં – શબ્દનો લક્ષ્યાર્થ સમજવાનો રહે છે, - જે, અહં બ્રહ્મ અસ્મિ। એ મહાવાક્યમાંના ‘અહં' તરીકે સર્વ જીવાત્મામાં
વસતા “હું”ના વ્યાપક અર્થનો ઘોતક બની રહે છે.
(૫) અને આવો “હું” (મö) એટલે, પ્રત્ય પ્રત્યેક ભૂતની અંદર, ભીતર રહીને, સાક્ષી-સ્વરૂપે તેને પ્રકાશતો રહે છે ઃ એ ‘પ્રત્યક્' એ અર્થમાં છે કે તેની પ્રતીતિ તો અને ત્યારે જ થાય, જો અને જ્યારે દૃષ્ટિને બહારથી, તેની અવળી દિશામાં ‘અંદર’ વાળવામાં આવે (પ્રાતિજોયેન અંન્નતિ કૃતિ પ્રત્ય ).
-
(૬) સવા-આનન્દ્ર-ધનઃ । એક તો એ કે કોઈ ભૌતિક સુખને તેની સાથે ન સાંકળી શકાય એવા ‘આનંદ’નું તે મૂર્તિમંત સ્વરૂપ છે; કારણ કે ત્યાં-તેનામાં કોઈ દુન્યવી શોક, દુ:ખ કે ઉદ્વેગને કશું સ્થાન નથી; અને બીજું, આ આનંદ’ એટલે પરમાત્માનાં શાશ્વત-સ્વરૂપ- સત્-વિદ્-આનન્દ્ર-માંનો આનંદ'. આવા વિશિષ્ટ અને નિરાળા (Unique) ‘આનંદ’થી સદા-પ્રકાશતો હોવાથી, પરમાત્મા ‘આનંદઘન’ છે. (૩૫૨)
અનુવાદ :
પરમાત્મા નિત્ય, અદ્વિતીય, અખંડ જ્ઞાનસ્વરૂપ, બુદ્ધિ વગેરેનો દૃષ્ટા, ‘સત્’ અને ‘અસત્થી વિલક્ષણ, ‘હું’-એ શબ્દમાં ‘લક્ષણા’(નામની શબ્દશક્તિ)થી પ્રાપ્ત થતા અર્થરૂપ, અંતરંગ અને સદા-આનંદઘન છે. (૩૫૨)
ટિપ્પણ :
પરમાત્મા માટેનાં વિશેષણ-રૂપ સર્વ શબ્દોને, ઉપર, શબ્દાર્થ-વિભાગમાં સવિસ્તર, લક્ષ્યાર્થ-વ્યંગ્યાર્થ સહિત, સમજાવવામાં આવ્યા છે, એટલે હવે અહીં કશું ઊમેરવાનું રહેતું નથી : માત્ર એક જ નિર્દેશ કરી શકાય કે આ સર્વ વિશેષણો પરમાત્માનો ‘અનાત્મા’થી ભેદ સ્પષ્ટ કરીને, ‘અનાત્મા’ એવું સઘળું ‘મિથ્યા' છે અને ‘પરમાત્મા’ એક જ ‘સત્ય’ છે, એવું પ્રતિપાદિત કરે છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૫૨)
૩૫૩
इत्थं विपश्चित् सदसद् विभज्य
निश्चित्य तत्त्वं निजबोधदृष्ट्या । વિવેકચૂડામણિ / ૬૬૭