________________
બની
જાય છે !
શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૫૩)
૩૫૪ अज्ञानहृदयग्रन्थेः निःशेषविलयस्तदा ।
समाधिनाऽविकल्पेन यदाऽद्वैतात्मदर्शनम् ॥३५४॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
અજ્ઞાનહૃદયગ્રન્થઃ નિઃશેષવિલયસ્તદા |
સમાધિનાડવિકલ્પન યદાદ્વૈતાત્મદર્શનમ્ ૩૫૪ શ્લોકનો ગદ્ય અવય ?
यदा अविकल्पेन समाधिना अद्वैत-आत्मदर्शनं (संपन्नं भवति), तदा अज्ञानहृदयग्रन्थे: निःशेषविलयः (संभवति) ॥३५४॥ શબ્દાર્થ :
શ્લોકમાં, “જયારે...ત્યારે (યા..તા)ની વાક્યરચના પ્રયોજાઈ હોવાથી, પરસ્પર-આધારિત એવાં બે વાક્યો આ પ્રમાણે છે :
(૧) તથા અજ્ઞાનતયન્થઃ નિ:શેષવિત: (સંમતિ) બ્ધિ એટલે ગાંઠ; નિઃશેષ એટલે સંપૂર્ણ અને વિય એટલે નાશ. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી ગાંઠનો, ત્યારે, સંપૂર્ણ નાશ થાય છે. ક્યારે નાશ થાય છે ? હવે પછીનાં બીજાં વાક્યમાં જણાવવામાં આવ્યું છે, તે પ્રમાણે, ત્યારે :
(२) यदा अविकल्पेन समाधिना अद्वैत-आत्मदर्शनं (संपन्नं भवति) ।। આત્મવર્ણન એટલે આત્માનો, આત્મસ્વરૂપનો, આત્મતત્ત્વનો સાક્ષાત્કાર; આત્મતત્ત્વ કેવું છે? - અદ્વૈત ! એટલે દૈત વિનાનું, દૈત-રહિત, અદ્વિતીય. આવો સાક્ષાત્કાર શાના વડે સંપન્ન થાય? વિપેન સમધના . એટલે કે નિર્વિકલ્પ સમાધિ વડે; જેમાં કશા જ વિકલ્પો ન હોય, જે પૂરેપૂરી નિર્બીજ હોય, એવી સમાધિનાં પરિણામસ્વરૂપ. (૩૫૪). અનુવાદ :
જ્યારે નિર્વિકલ્પ સમાધિથી અદ્વૈત આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર થાય ત્યારે, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી, હૃદયમાંની ગાંઠ સંપૂર્ણરીતે નાશ પામે છે. (૩૫૪)
૬૭૦ | વિવેકચૂડામણિ