________________
પરિણામે, આત્મતત્ત્વનો આવિર્ભાવ, સાધકનાં અંતઃકરણમાં, એટલે કે અંદર-ભીતર અને સર્વત્ર, બહાર પણ, બધે જ, એની મેળે, અનાયાસે, સદાને માટે, વ્યાપી રહે છે ! આવો દિવ્ય અને અમોઘ પ્રભાવ છે, નિર્વિકલ્પ સમાધિનો !
શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૬૪)
૩૫
श्रुतेः शतगुणं विद्यान्मननं मननादपि ।
निदिध्यासं लक्षगुणमनन्तं निर्विकल्पकम् ॥३६५॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
શ્રુતે શતગુણ વિદ્યાન્મનને મનનાદપિ /
નિદિધ્યાસ લક્ષગુણમનન્ત નિર્વિકલ્પકમ્ li૩૬પા શ્લોકનો ગદ્ય અન્વય :
- मननं श्रुतेः शतगुणं विद्यात्, निदिध्यासं मननात् अपि लक्षगुणं (विद्यात्), નિર્વિવત્પર્વ (7) અનન્ત (વિદ્યાત) રૂદ્દધા. શબ્દાર્થ :
શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) મનને શ્રુતે. શતા વિદ્યાર્ ! “શ્રુતિ” એટલે સમગ્ર વૈદિક સાહિત્ય. એમાં જીવ અને બ્રહ્મના અભેદનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. વેદાંતદર્શનનું આ તાત્પર્યજ્ઞાન શ્રુતિગ્રંથોના સ્વાધ્યાય દ્વારા અથવા સદ્ગુરુના ઉપદેશ દ્વારા મેળવવું, તેને શ્રવણ' કહેવામાં આવે છે. આ શ્લોકમાં “શ્રુતિ-શબ્દ આવા “શ્રવણના અર્થમાં પ્રયોજાય છે, પરંતુ આ “શ્રવણ” એટલે માત્ર કાનથી “સાંભળવું, એટલો જ અર્થ નથી. જીવ અને બ્રહ્મનાં અભેદજ્ઞાનથી જગતનાં અને જીવનનાં સર્વ દુઃખોનો નાશ થાય છે, એવી મનુષ્યને પ્રતીતિ થાય, એ જ સાચા અર્થમાં “શ્રવણ'.
આ “શ્રવણ કરતાં, અહીં, એ શ્રવણનાં “મનન’ને સો-ગણું ચઢિયાતું (Superior) કહેવામાં આવ્યું છે, કારણ કે મેળવેલાં કોઈ પણ જ્ઞાનને માત્ર ચિત્ત (Brain) સાથે જ સંબંધ છે. એ જ્ઞાન અનુભૂતિની કક્ષાએ ન પહોંચે ત્યાં સુધી, એ જ્ઞાન નિરર્થક છે. જીવ અને બ્રહ્મ એક છે, એમ “શ્રવણ' દ્વારા જાણ્યું, પરંતુ વાસ્તવિક જીવનમાં, પ્રત્યક્ષ વગેરે પ્રમાણો અને જન્મજન્માંતરોના સંસ્કારો તો પદાર્થમાત્રમાં
વિવેકચૂડામણિ | દ૯૭