________________
આવી સમાધિ કઈ છે ? સઃ સવિત્વવનિતઃ। સઃ
તે, ખૂબ જાણીતી, પ્રખ્યાત; वर्जितः વિકલ્પો વિનાની, એટલે કે નિર્વિકલ્પ (સમાધિ); વળી, તે કેવી છે ? અદ્વિતીય આનન્દરસનો અનુભવ આપનારી. આવો અનુભવ ક્યારે થાય છે ? હવે પછીનાં બીજાં વાક્યમાં દર્શાવવામાં આવ્યું છે, તેવું બને ત્યારે (તવા).
(૨) રૂત્યું તત્ મન: યવા બ્રહ્મળિ નીયતે (તવા) । ફત્હ એટલે, આ પ્રમાણે, આમ, આ રીતે, એટલે કે આ પહેલાંના શ્લોકોમાં મન વિશે કહેવામાં આવ્યું છે, તેમ; કેવું મન ? પશ્ર્વમ્ । પાકેલું, પક્વ બની ગયેલું, પિરપક્વ બનેલું; શાના વડે પરિપક્વ બનેલું ? નિરન્તર-અભ્યાસ-વશાત્ । નિરન્તર એટલે, અટક્યા વિના, રાતદિવસ, સતત; નિરંતર અભ્યાસ કરવાથી, બ્રહ્મભાવનાના સતત અભ્યાસનાં પરિણામે; તેથી શું બને છે ? તત્ (મન:) યવા બ્રહ્મળિ તીયતે (તવા) । તત્ - તે; પિરપક્વ બનેલું; તે મન; બ્રહ્મમાં જ્યારે યા લીન બની જાય છે (ત્યારે), બ્રહ્મ સાથે તપ બની જાય છે (ત્યારે), બ્રહ્મરૂપ-બ્રહ્મમય બની જાય છે (ત્યારે), આ પહેલાંના પ્રથમવાક્યમાં દર્શાવવામાં આવેલી ઘટના બને છે. કેવી રીતે બને છે ? સ્વત: (વ), એની મેળે જ, આપોઆપ, અનાયાસે. (૩૬૩)
-
અનુવાદ :
આ પ્રમાણે, નિરંતર અભ્યાસ કરવાથી પિરપક્વ બનેલું મન જ્યારે બ્રહ્મમાં લીન થઈ જાય છે, ત્યારે નિર્વિકલ્પ સમાધિ, અનાયાસે જ, અદ્વિતીય આનંદરસનો અનુભવ કરાવે છે. (૩૬૩)
ટિપ્પણ :
આ પહેલાં, જેનાં સ્વરૂપ-વર્ણન અને નિરૂપણ કરવામાં આવ્યાં છે તે, નિર્વિકલ્પ-સમાધિ ક્યારે અને કેવાં સ્વરૂપે સિદ્ધ થાય છે, તે, અહીં દર્શાવવામાં આવ્યું છે.
સૌપ્રથમ તો, ગયા-છેલ્લા શ્લોકમાં સૂચવવામાં આવ્યું છે તેમ (રૂત્થમ્), મન, સત્ત્વ-રજઃ-તમઃ એ ત્રણેય ગુણો મળથી મુક્ત થઈને સંપૂર્ણરીતે નિર્મળ અને વિશુદ્ધ થઈ જાય, એ જરૂરી છે; ત્યારપછી આવું મન બ્રહ્મભાવનાનાં નિરંતર અભ્યાસમનન-રટણ(Practice)થી પરિપક્વ(Mature) બની જવું જોઈએ અને આવું મન તો પેલા સતત અભ્યાસને કારણે, બ્રહ્મમાં લીન બની જ જાય, બ્રહ્મરૂપ જ બની રહે. બસ, મનનું આવું બ્રહ્મલીન બનવું, બ્રહ્મમય બનવું, એ જ નિર્વિકલ્પ સમાધિ, - અને આવી સમાધિમાં કશા વિકલ્પો, ભેદો, જ્ઞાન-શેય-જ્ઞાતા વગેરેની કશી સભાનતા ન હોવાથી, એટલે કે સાધકનું સમગ્ર મનતંત્ર બ્રહ્મ સાથે એકરૂપ બન્યું હોવાથી, ૬૯૪ / વિવેકચૂડામણિ