________________
કેવી રીતે લાવે છે, એ, અહીં દર્શાવવામાં આવ્યું છે.
‘વિવેક’ વિશે, એનાં સ્વરૂપ વિશે, અહીં, થોડી વિશિષ્ટતા, આ પ્રમાણે ઊમેરવામાં આવી છે : સૌપ્રથમ તો એ કે તે સમ્ય-કક્ષાનો, એટલે કે સંનિષ્ઠ અને સંપૂર્ણ હોવો જોઈએ; અને બીજું, આવા વિવેકનો આવિર્ભાવ શક્ય બને તે માટેનું જ્ઞાન સ્પષ્ટ અને વિશુદ્ધ હોવું જોઈએ, એમાં કશાં વિષેરીતજ્ઞાનનો અંશ પણ ન હોવો જોઈએ : અને આવું જ્ઞાન તો વેદોનાં મહાવાક્યોમાંથી અને સદ્ગુરુના ઉપદેશમાંથી જ પ્રાપ્ત થઈ શકે; અને ત્રીજું, આ જ્ઞાન એટલે વેદાંતવિદ્યાના પાયાનો આ સિદ્ધાંત : બ્રહ્મ સત્યં નામિથ્યા ।; અને છેલ્લું અને ચોથું, પેલા હંસ-પક્ષીના ‘નીર-ક્ષીર-વિવેક’ની જેમ, તે દૃષ્ટા-દૃશ્ય અથવા ‘આત્મા’-‘અનાત્મા’નું તાત્ત્વિક વિભાજન કરીને, માયાએ પેદા કરેલાં સર્વ મોહ-બંધનોને છેદી નાખે છે.
માયા-અજ્ઞાન-અવિદ્યાને સર્જનાર પેલી, બે શક્તિઓ આવરણ અને વિક્ષેપ, - તો, સમ્યક્-વિવેકની સમક્ષ, ‘શક્તિ' મટીને ‘અશક્તિ' જ બની જાય છે, પછી તેનાથી સર્જાનારાં બંધનોનું તો અસ્તિત્વ જ રહેતું નથી અને આ રીતે બંધનવિમુક્ત થઈ ગયેલા જીવાત્મા માટે સંસાર અને પુનર્જન્મ રહેતાં જ નથી : ‘છાંદોગ્ય’-ઉપનિષદમાં કહ્યા પ્રમાણે, તે સંસારમાં ફરી પાછો આવતો નથી : 7 સ पुनरावर्तते ।
હવે, ટિપ્પણ પૂરું કરતાં પહેલાં, શ્લોક સાથે સંકળાયેલી, થોડી મહત્ત્વની વાતોનું જરૂરી સ્પષ્ટીકરણ કરી લઈએ ઃ (૧) સમ્યક્-વિવેકને નિષ્પન્ન કરનાર વિશુદ્ધ જ્ઞાન વિશે ગીતા(અધ્યાય-૧૩)માં સવિસ્તર ચર્ચા કરવામાં આવી છે; (૨) દૃષ્ટાદૃશ્ય' એ શબ્દપ્રયોગ, વેદાંત-વિદ્યાની ચર્ચામાં, એક પ્રખ્યાત અને પ્રચલિત રૂઢિપ્રયોગ (Idiom) જેવો બની રહ્યો છે અને તેમાં ‘કર્તા-કર્મ'(Subject-Object) જેવાં સઘળાં અન્યોન્ય-વિરોધી દ્વન્દ્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે. (૩) અને છેલ્લી તથા ચાલી રહેલી પ્રસ્તુત ચર્ચાના પાયામાં રહેલી વાત એ કે આ પહેલાં નિરૂપિત, વેદાંતવિઘા માટેનાં ચાર સાધનો(સાધનચતુષ્ટય)માં “વિવેક”નું સ્થાન સૌપ્રથમ અને અગ્ર-ક્રમે છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૩૪૬)
३४७
परावरैकत्वविवेकवह्नि
-
- दहत्यविद्यागहनं ह्यशेषम् ।
૬૫૪ / વિવેચૂડામણિ