________________
સાથેના સંબંધને લીધે, આત્મા સાથે જોડાવાનાં કારણે; આ ઘટના કોના જેવી છે ? अग्नियोगात् अयः इव । ગય: એટલે લોઢું; ચોળ એટલે સંયોગ, જોડાણ; અગ્નિના સંયોગને લીધે. અગ્નિના સંયોગને કારણે, લોઢું, અગ્નિના ધર્મોવાળું બને છે, દેખાય છે, ભાસે છે, તેમ.
-
-
બીજું, સ્વતંત્ર વાક્ય : તત્ ત્રિતયં તાર્યં અસ્તિ। ત્રિતય એટલે ત્રણનો સમૂહ, ત્રિપુટી ; આ ત્રિપુટી એટલે શાતા-જ્ઞાન-શેય; તાર્યું એટલે તેનું, બુદ્ધિનું કાર્ય, સર્જન, પરિણામ છે. અત: તત્ ત્રિતયં મૃષા અસ્તિ । આથી, આ ત્રિપુટી મિથ્યા (મૃષા) છે. આવું વિધાન શાના આધારે કરી શકાય છે ? ભ્રમ-સ્વનમનોરથેષુ (તસ્ય ત્રિતયસ્ય મૃષાત્વ) વૃક્ । કારણ કે આવું મિથ્યાપણું, ભ્રમ, સ્વપ્ન અને મનોરથો(કલ્પનાઓ)માં જોવામાં આવે છે. (૩૫૦)
અનુવાદ :
અગ્નિના સંયોગને લીધે જેમ લોઢું, તેમ, આત્માના સંબંધને કારણે બુદ્ધિ જ્ઞાતા-જ્ઞાન-શેયનાં રૂપે ભાસે છે. આ ત્રણેય તેનું(એટલે કે બુદ્ધિનું) કાર્ય છે, તેથી તે(ત્રિપુટી) મિથ્યા છે, કારણ કે (તે ત્રિપુટીનું મિથ્યાપણું) ભ્રમ, સ્વપ્ન અને મનની કલ્પનાઓમાં જોવા મળે છે. (૩૫૦)
ટિપ્પણ :
કોઈ પણ વસ્તુનું મહત્ત્વ એનાં મૂળ આધાર-અધિષ્ઠાન પર જ રહેલું હોય છે, કારણ કે તે વસ્તુ જે કંઈ રૂપે ભાસે છે, તે, અંતે તો, તેનાં પેલાં અધિષ્ઠાન સાથેના તેના સંબંધને કારણે જ શક્ય બને છે ઃ શ્લોકો-૩૪૮ અને ૩૪૯માં, જે કાંઈ પરિણામ-સ્વરૂપ ઘટનાઓ થતી દેખાઈ હતી (ત્કૃષ્ટમ્), તે તેનાં મૂળ આધારનાં સમ્યગ્-સ્વરૂપનાં જ્ઞાનને કારણે બન્યું હતું (સમ્ય-પવાર્થ-ર્શનતઃ અને સદ્રષ્ણુ-સ્વરૂપવિજ્ઞાનાત્).
મૂળ અધિષ્ઠાન(Substratum)નાં એ જ મહિમાનું નિરૂપણ, અહીં, આ શ્લોકમાં, જરા જુદા સંદર્ભમાં, છતાં પૂરા પ્રસ્તુત સંદર્ભમાં, કરવામાં આવ્યું છે : પ્રતિપાદન તો એ કરવું છે કે જગતનો આ સઘળો ‘દશ્ય’ પ્રપંચ મિથ્યા (મૃષા) છે; કારણ કે તે બુદ્ધિનું જ ‘કાર્ય’(પરિણામ) છે : તત્ત્વાર્યમ્, જગત અંગેનું જે કંઈ જ્ઞાનશેય-શાતા વગેરે છે તે, બુદ્ધિનું જ પરિણામ છે - પરંતુ તે તો અલ્પજીવી, ક્ષણિક અને મિથ્યા છે, કારણ કે બુદ્ધિ તો જડ અને અનિત્ય છે; એમાં જે જ્ઞાન વગેરે દેખાય છે (વિટ્ટમ્મતે) ભાસે છે, તે તો સત્સ્વરૂપ આત્મા સાથેના તેના સંબંધના કારણે જ (સત્સમન્વયાત્) શક્ય છે, એમાં તેનું પોતાનું, મૌલિક, સ્વકીય કશું જ ૬૬૨ / વિવેકચૂડામણિ