________________
એનાં જ્ઞાનની કક્ષા આટલી ઊંચી હોવા છતાં, એટલે કે જાણીબૂઝીને, જાણ્યાસમજ્યા છતાં (જ્ઞાન) ? આમ છતાં પણ જો તે અસત્યનો અધાર લેતો હોય તો. તે એનાં પોતાનાં અધઃપતનનું જ કારણ બનેને (સ્વપતિદેતો) ?
અને આવું અણસમજભર્યું વર્તન, અબુધ બાળક સિવાય, કોણ કરે (શિશુવતું) ?
અગ્નિને અડવાથી, પોતાનું મોત થાય, એવું જ્ઞાન કે ભાન, બાળકને હોય જ નહીં! (૩૩૭) અનુવાદ :
સત્ય-અસત્યની વિવેકબુદ્ધિવાળો, શ્રુતિપ્રમાણનો જાણકાર અને પરમાર્થને સમજનાર હોવા છતાં, એવો કયો મુમુક્ષુ પંડિત હશે, જે, બાળકની જેમ, જાણીબૂઝીને, પોતાનાં અધઃપતનનાં કારણરૂપ એવાં અસત્યનું અવલંબન કરશે? (૩૩૭) ટિપ્પણ :
અસત્યનું અવલંબન કોણ કરે? ખોટું કે મિથ્યાનો આધાર કોણ લે? - આવા સવાલનો જવાબ તો શ્લોકમાં જ આપી દેવાયો છે : અબુધ કે અણસમજુ બાળક ! અને આવું બાળક આમ કરે, આવી રીતે વર્તે, એનું કોઈને આશ્ચર્ય પણ ન થાય, કારણ કે આમ કરવાનું-વર્તવાનું પરિણામ, સુનિશ્ચિત એવું તેનું પોતાનું અધપતન જ છે, એની એને બિચારાને ખબર જ નથી હોતી.
પરંતુ અહીં જે મુમુક્ષુ વિશે વાત કરવામાં આવી છે, તેનું બૌદ્ધિક-આધ્યાત્મિકનૈતિક જમાપાસું તો અત્યંત સદ્ધર અને સમૃદ્ધ છે. તેની વિવેકબુદ્ધિ એટલી બધી જાગ્રત છે કે તે સતુ-અસતુ, નિત્ય-અનિત્ય, સારું-નરસું, જડ-ચેતન, આત્મા-અનાત્મા, જેવી પરસ્પરવિરોધી બાબતો વચ્ચેના ભેદનો પૂરેપૂરો જાણકાર ( દિવે) છે; અને પ્રત્યક્ષ વગેરે ન્યાયદર્શન-પ્રબોધિત ચાર પ્રમાણોમાં શબ્દ-પ્રમાણ એટલે કે શ્રુતિપ્રમાણ(વેદો-ઉપનિષદો વગેરેનાં વચનો)નું પૂરેપૂરું જ્ઞાન ધરાવે છે (કૃતિ-પ્રમાણ:); વળી, સમગ્ર બ્રહ્માંડમાંનાં સઘળાં નામ-રૂપ વગેરે માત્ર “દશ્ય' જ છે, પ્રતિભાસિક છે, મિથ્યા છે અને બ્રહ્મ એક જ ત્રિકાલાબાધિત સત્ય છે, એવી પારમાર્થિક પ્રજ્ઞા તે ધરાવે છે; આત્મતત્ત્વ એક જ પરમ-અર્થ છે, - એવાં તત્ત્વનું જેણે દર્શન કર્યું છે, એવો તે પરમાર્થ છે.
જ્ઞાનની અતિ-ઉચ્ચ કક્ષા ધરાવનારો મોક્ષાર્થી વિદ્વાન પણ જો અસત્યનાં, - એટલે કે સંસારનાં અનાત્માદિ વિષયોનાં, - અવલંબનમાં રાચે તો, એના વિશે શું સમજવું? મોક્ષપ્રાપ્તિને પોતાનાં જીવનધ્યેય તરીકે સ્થાપનાર સાધક જો આમ વર્તે
વિવેકચૂડામણિ | ૬૨૯