________________
અને તે છે, - બ્રહ્મ. એનું સમગ્ર ચિત્ત-તંત્ર સતત બ્રહ્મચિંતનમાં વ્યાપ્ત હોય તો જ, મોક્ષપ્રાપ્તિનાં પોતાનાં લક્ષ્યને તે સિદ્ધ કરી શકે.
પરંતુ પ્રમાદ’ આવા સાધકને પણ ક્યારેક વિચલિત કરી દે છે અને ‘પ્રમાદ’ના પ્રભાવનાં કારણે તેનું ચિત્ત, બ્રહ્મને વીસરીને, વિષયોમાં આસક્ત થાય છે, એમાં જ સંલગ્ન બની જાય છે, એમાં જ ચોંટી જાય છે (વિષયેષુ આવિશત્ શ્વેત:); પછી તો, સ્વાભાવિક રીતે જ, આવું ચિત્ત, વિષયોના ગુણો, એટલે કે શબ્દ-સ્પર્શ-રૂપરસ-ગંધનું જ (તર્–મુળાન) રટણ કર્યા કરે છે, એનાં જ ધ્યાનમાં અને એની જ કલ્પનામાં અહોરાત ભમતું રહે છે. સતત અને સુદીર્ઘ-સમયનાં આવાં ચિંતન-વિચારરટણ-ભ્રમણનું એક જ પરિણામ આવે (સમ્ય-સંત્વનાત્) અને તે છે, ‘કામ’, - વિષયોને પ્રાપ્ત કરવાની કામના, ઇચ્છા; અને કામ તો, પછી, તેનો કેડો મૂકે જ નહીં ! તે ભ્રાંત બને છે, અસ્વસ્થ થાય છે અને પોતાના પરનો કાબુ તે એટલી હદ સુધી ગુમાવી બેસે છે કે તેનાં જીવનની એકમાત્ર પ્રવૃત્તિ (પ્રવંર્તનમ્) વિષયોનો ઉપભોગ બની રહે છે, એનાં સઘળાં પ્રયત્નોની ગતિ આ એક જ દિશામાં પ્રવૃત્ત થઈ જાય છે.
આમ, બ્રહ્મચિંતનનું, તેના માટેનું સ્વાભાવિક અને સુનિશ્ચિત લક્ષ્ય ભૂલીને, તેના માટેની નિષિદ્ધ એવી ઊલટી દિશામાં ભ્રાંત થતું સાધકનું ચિત્ત, જો વિષયોમાં આસક્ત થવાનું શરૂ કરે તો, ક્રમવાર, આપોઆપ નિર્માતાં, પગથિયાંવાળી અધોગતિની એક નિસરણી, તેના માટે, આ રીતે, સર્જાઈ જાય : વિષયોમાં આસક્તિ, તે વિષયોના ગુણો એવા શબ્દ વગેરેનું ચિંતન, આવાં સમ્યક્-ચિંતનમાંથી જ ઉદ્ભવતો કામ અને આવી કામનાથી, વિષયોભોગ માટેનું જ જીવનનું સમગ્ર પ્રવર્તન !
અધઃપતનની આ નિસરણીનું નિરૂપણ કરતી વખતે, આચાર્યશ્રીનાં મનશ્ચક્ષુ * સમક્ષ, ગીતા-નિરૂપિત એવી જ આ નિસરણી હશે, એવું સ્પષ્ટ સમજાય છે ઃ ध्याययतो विषयान् पुंसः संग: तेषु उपजायते । संगात् संजायते कामः,
...
...
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૩૨૭)
૬૦૨ / વિવેકચૂડામણિ
IR,૬૨ા
(“વિષયોનું ચિંતન કરતા માણસને તેમાં આસક્તિ થાય છે અને આસક્તિથી કામ જન્મે છે.”)
બંને વચ્ચે ફરક માત્ર શબ્દોનો છે, બાકી વિચાર અને ઉદ્દેશ બંનેમાં એકસરખા
જ છે.
...