________________
સોનjજી - સીડીનાં પગથિયાં પર આમથી તેમ ગબડતો, અથડાતો. (૩૨૬) અનુવાદ :
પ્રમાદને લીધે, હાથમાંથી છટકી ગયેલો, રમવાનો દડો, સીડીનાં પગથિયાં પર આમથી તેમ ગબડતો-ગબડતો, જેમ, નીચે પડે છે, તેમ જો ચિત્ત, જરા પણ, (પ્રમાદવશ થઈને) પોતાનાં લક્ષ્યમાંથી છૂટું પડી જાય તો, તે, બહિર્મુખ બનીને, નીચે ને નીચે પડતું-પડતું અધોગતિને પામે છે. (૩૨૬) ટિપ્પણ:
પ્રમાદને વશ થનાર માટે, અંતે, અધઃપતન નિશ્ચિત છે, એ જ મુદાને, અહીં, એક વધુ ઉપમા આપીને, સમજાવવામાં આવ્યો છે : જેણે બ્રહ્મ-સાક્ષાત્કારનું ઉચ્ચ આધ્યાત્મિક લક્ષ્ય સ્થાપિત કર્યું હોય, તે સાધકને પ્રમાદવશ થવાનું પોસાય જ નહીં. મનની કોઈક નિર્બળતાને કારણે, ચિત્ત, જો જરા પણ (કુંવત્ Nિ) પ્રમાદ સેવે અને તેને લીધે પોતાનાં પેલાં લક્ષ્યમાંથી તે વિચલિત થાય (તર્યાવુતં વેત), એટલે પહેલું પરિણામ એ આવે કે તે તરત જ અંતર્મુખ મટીને બહિર્મુખ બની જાય અને ગયા શ્લોકમાં આપણે જોયું તેમ, આત્મચિંતનથી પરામુખ થયેલા આવા સાધકને, તે પ્રાજ્ઞ' હોય તો પણ, “માયા' પોતાની માયા વડે આવરી લે છે ! અને “માયા'ની આ માયા એટલે અધ:પતનની સોપાન-પરંપરા ! પગથિયે-પગથિયે પટકાતું આવું ચિત્ત, સાવ નીચે પડે, ત્યારે જ અટકે ! (તત: તત: નિપજો )
ચિત્તની અધ:પતનની પ્રક્રિયાને પ્રતીતિજનક બનાવવા માટે, આચાર્યશ્રીએ, અહીં પણ, અગાઉની જેમ, એવી જ સમુચિત “ઉપમા” પ્રયોજીને, ઉપર્યુક્ત પ્રક્રિયાનું એક તાદશ શબ્દચિત્ર આલેખ્યું છે : મકાનના પહેલે મજલે રમતા કોઈક છોકરાના હાથમાંથી, સરતચૂકથી (પ્રમાવત:), રમવાનો પેલો દડો (ત્રિવેન્શ:), છટકી જાય (પ્રવુત:) તો ? શું પરિણામ આવે ? મકાનની નિસરણીનાં પગથિયાં પર (સોપાનjøl), આમથી તેમ અથડાતો-કૂટાતો-ગબડતો, છેક દડો નીચે જ પડે ! (પતિત:). ચિત્તનાં અને દડાનાં, -બંનેનાં – અધઃપતનની પ્રક્રિયા વચ્ચે કેવું સમુચિત અને સંપૂર્ણ-સર્વાગી સામ્ય !
પરંતુ પેલો દડો તો એક નિર્જીવ વસ્તુ છે, જ્યારે ચિત્ત તો માત્ર “જીવંત જ નહીં, પણ આત્મસાક્ષાત્કારનું ઉચ્ચ લક્ષ્ય સ્થાપી બેઠું હતું !
આવો વિચાર તો, પેલાં લક્ષ્યય્યત” ચિત્તના માલિકે જ કરવાનો રહેને ! આવો વિચાર તેને સૂઝે, એવા ઉદ્દેશથી જ આચાર્યશ્રીએ આવી ચિત્રાત્મક ઉપમા યોજી હશે ! (૩ર૬)
શ્લોકનો છંદઃ ઉપજાતિ (૩ર૬)
દ00 | વિવેચૂડામણિ