________________
બ્રહ્માજીના, બ્રહ્મજ્ઞાનના પરમ-ગુરુ એવા સુપુત્ર ભગવાન સનત્સુજાતે, ધૃતરાષ્ટ્રના એક પ્રશ્નનો ઉત્તર આપતાં જે કહ્યું હતું કે ‘પ્રમાદ જ મૃત્યુ છે' (પ્રમાવો વૈ મૃત્યુ: ।), તેનું શિષ્યને ફરીથી સ્મરણ કરાવીને, પોતાના પ્રતિપાદનને સવિશેષ દૃઢ અને અવધારણીય (Emphatic) બનાવવા માટે અને શિષ્યનાં ચિત્ત માટે તેને અધિક પ્રતીતિકારક કરવા માટે, આચાર્યશ્રી, અહીં એટલું ઊમેરે છે તે સૂચક છે કે સાધક માટે ‘પ્રમાદ કરતાં, એટલે કે આત્મસ્વરૂપનાં વિસ્મરણ કરતાં, અન્ય કોઈ મૃત્યુ નથી.' (પ્રમાવત્ અન્ય: ૫: મૃત્યુ: ન અસ્તિ )
મુક્તિરૂપી પરમ સિદ્ધિને પામવી હોય તો, સાધક માટે સમાધિને, એટલે કે આત્માનુસંધાનને ત્યજવા સિવાય બીજું કોઈ મૃત્યુ નથી. શ્લોકનો છંદ : ઉપેન્દ્રવજા (૩૨૯)
::
330
जीवतो यस्य कैवल्यं विदेहे स च केवलः । यत् किंचित् पश्यतो भेदं भयं ब्रूते यजुः श्रुतिः ॥ ३३० ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
જીવતો યસ્ય કૈવલ્યું વિદેહે સ ચ કેવલઃ ।
યત્-કિંચિત્ પશ્યતો ભેદું ભયં બ્રૂતે યજુઃ-શ્રુતિઃ ॥૩૩૦॥
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
નીવત: યસ્ય વૈવલ્યું પ્રાપ્ત, સ: ૬ વિવેદે વત: (મતિ); યત્વિચિત્ મેવું પશ્યત: (મનુષ્યષ્ય) યનુ:-વ્રુત્તિ: (મૃત્યો:) મયં શ્રૂતે "રૂરૂના શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : સ: ૬ વિવેહે વત: મવતિ । વિવેદે એટલે દેહ છોડ્યા પછી, દેહપાત થયા પછી, એટલે કે મૃત્યુ પછી; વત: એટલે મુક્ત, કૈવલ્ય-મુક્તિ પામેલો; તે (મુમુક્ષુ સાધક) ‘વિદેહ’ થયા પછી, મુક્ત જ છે. કેવો સાધક આવી સિદ્ધિ પામે છે ? - નીવત: યસ્ય વૈવત્યું (પ્રાપ્તમ્) | જેણે જીવતાં જ કૈવલ્ય’પદ એટલે કે મુક્તિ પ્રાપ્ત કરી લીધી હોય, જેને મુક્તિ મળી ગઈ હોય; યનુઃ-શ્રુતિઃ દૂતે । યજુર્વેદની શ્રુતિ કહે છે, યજુર્વેદ કહે છે. યજુર્વેદ શું કહે છે ? - યત્-વિચિત મેટ્ પશ્યત: (મનુષ્યસ્ય) મયં (અપ્તિ તિ શ્રૂતે ।) યત્-વિન્નિત્
જરા પણ,
વિવેકચૂડામણિ / ૬૦૭
-