________________
આત્માનું અનુસંધાન કરતાં રહેવાનો આદેશ શ્રીસદ્ગુરુએ શિષ્યને આપ્યો હતો. . આ પહેલાં, ગીતા-નિરૂપિત (૨, ૬૨-૬૩) અધઃપતનની નિસરણી(વિષયધ્યાનથી પ્રણાશની)ના આધારે, અહીં પણ શ્લોકો-૩૨૭-૩૨૮માં, એવી જ નિસરણીનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. હવે, અહીં આ શ્લોકમાં, મુમુક્ષુ સાધક સમક્ષ, ઉપર ચઢવા માટેની, “ઊર્ધ્વ-આરોહણ'ની, એક નાની છતાં નિશ્ચિત અને મજબૂત નિસરણીનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને આ નિસરણીનું, નીચેથી ઉપર જવા માટેનું, સાવ નીચલું પગથિયું છે, ગયા શ્લોકમાં સૂચવવામાં આવેલો, બાહ્ય વિષયોનો ત્યાગ.
પરંતુ સાધકને તો પહોંચવું છે, મોક્ષપ્રાપ્તિ(વિમુ9િ)રૂપી ઉચ્ચતમ પગથિયે; અને ત્યાં પહોંચવાના માર્ગ(પર્વ)માંનાં વચલાં પગથિયાને અહીં દર્શાવવામાં આવ્યાં છે; પણ સાવ ઊંચેથી આ માર્ગનું જો આપણે નિરીક્ષણ કરીએ તો, આ માર્ગનો નક્શો સવિશેષ સ્પષ્ટ અને સહાયક બની રહેશે : વિમુક્તિએ પહોંચવું છે ને ? આ માટેની પૂર્વશરત છે, સંસારનાં બંધનોનો નાશ (મવશ્વના:); પરંતુ પરમાત્માનાં સદ્ અને સંપૂર્ણ દર્શન વિના અને તે પણ પ્રસન્ન થયેલા પરમાત્મા સામેથી સ્વય પ્રગટ થઈને પોતાનાં સ્વરૂપનું આવિષ્કરણ કરે એવાં દર્શન વિના (સુપરમત્મિદર્શનમ) આ “ભવબલ્પનાશ શક્ય નથી; તો પછી આવું દર્શન કેમ કરીને, શી રીતે પામવું? એ માટેની પશ્ચાદભૂમિ છે મનની પૂરી પ્રસન્નતા, માનસિક શાંતિ, એટલે કે અંતઃકરણની વિશુદ્ધિ (મનસ: પ્રસનતા), અને આ મન:પ્રસાદ-રૂપી ઇમારતની આધારશિલા છે, - ગયા શ્લોકમાં છેલ્લે સૂચવવામાં આવેલો વનિરોધ: બાહ્ય પદાર્થોનો નિરોધ, બાહ્ય વિષયોના અનુસંધાનને અટકાવવું તે, સંસારી જીવનની સઘળી બાહ્ય વસ્તુઓમાંથી સંપૂર્ણ વિરક્તિ.
બસ, જો આ સાવ નીચેલાં પગથિયાં પર સાધક, પોતાનાં પગને, શ્રદ્ધાવિશ્વાસપૂર્વક, દઢતાપૂર્વક, સ્થિર કરી શકે તો, વિમુક્તિના માર્ગ(પદ્રવી)નાં, ઉપર લઈ જતાં બાકીનાં પગથિયાં પરની યાત્રા, ક્રમાનુસાર, સરળ અને નિર્વિઘ્ન છે, અને તે પગથિયાંનું સ્વરૂપ આપણે, ઉપર, હમણાં જ જોયું.
ટૂંકમાં, આ આખી ઈમારત ઊભી છે, - વહિનિરોધની આધારશિલા પર. આ શિલા એવી મજબૂત છે કે, ઊર્ધ્વયાત્રામાંનાં સઘળાં વિદ્ગો અને વિક્ષેપો તે પોતે જ નાબૂદ કરી નાખે છે, જેના પરિણામે સાધકનું મન સંપૂર્ણરીતે વિશુદ્ધ, નિર્મળ, શાંત અને પ્રસન્ન થઈ જાય છે. આ “મન:પ્રસાદના મહિમાનું મહત્ત્વ એટલું બધું છે કે ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ એનું આવું વર્ણન કર્યું છે :
प्रसादे सर्वदुःखानां हानिः अस्य उपजायते । પ્રસનતસ: દિ ગાશુ યુદ્ધિ અર્થવતિષ્ઠીતે . (૨, ૬૫)
૬૨૬ | વિવેકચૂડામણિ