________________
અનુભવાતું. (૩૩૪) અનુવાદ :
(સંસાર-)બંધનનાં કારણરૂપ અસત્યનું ચિંતન છોડી દઈને, યોગીએ, “હું પોતે જ પરમબ્રહ્મ છું', - (બ્રહ્મમાં) એવી આત્મદષ્ટિ કરતાં રહેવું જોઈએ. ખરેખર, પોતાના જ અનુભવ વડે બ્રહ્મમાં થયેલી (આવી) નિષ્ઠા આનંદ આપે છે અને પોતાથી ભિનરૂપે પ્રતીત થતાં અવિદ્યાનાં પરિણામનાં દુઃખને દૂર કરે છે. (૩૩૪) ટિપ્પણ :
મોક્ષપ્રાપ્તિરૂપ પોતાનાં જીવનધ્યેયને સંપન્ન કરવા માટે જે સતત યત્નશીલ રહે છે તે યતિ(યત્ – “યત્ન કરવો એ ધાતુ પરથી બનેલું નામ- Noun). આવા “યતિ' પાસેથી, સ્વાભાવિક રીતે બે અપેક્ષા રાખવામાં આવે છે : (૧) એક અને મુખ્ય, અપેક્ષા તો એ કે પોતે જ પરમબ્રહ્મ છે, - એવું એનું આત્મદર્શન, બ્રહ્મ સાથેની એવી એની અભેદાનુભૂતિ સતત ચાલુ રહેવી જોઈએ, એવી આત્મદષ્ટિ કરતાં રહીને જ તેણે પોતાનું જીવન જીવવું જોઈએ; તેણે સંપૂર્ણરીતે બ્રહ્મીભૂત બની રહેવું જોઈએ, એમાં જરા પણ અતિ કે કચાશ ન રહેવી જોઈએ (તિષ્ઠત) અને (૨) બીજું, આત્મા સિવાયનું, આ જગતમાંનું જે કંઈ “અસતુ છે, અનાત્મ છે, એવાં જે કંઈ વિષયો-વિચારો-વાસનાઓ-પદાર્થો છે, તેનું ચિંતન તેની સાથેનું અનુસંધાન (નધિ) તેણે સંપૂર્ણરીતે છોડી દેવું જોઈએ (વિદાય); કારણ કે દેહાદિનું આવું રટણ જ તેના માટે સંસાર-બંધનની બેડીરૂપ બની જવાનો ભય છે.
આમ, તેના પાસેથી સેવવામાં આવતી દ્વિવિધ અપેક્ષામાં એક, ગ્રહણ”ની છે, - પોતાનું બ્રહ્મીભવન, બ્રહ્મરૂપ બની રહેવું, આવી આત્મદષ્ટિને અવિરત સેવવી, એમાં જ સતત રત રહેવું અને બીજું, સમગ્ર બ્રહ્માંડમાંનાં સઘળાં “અસત્-સાથેના સંપર્ક-સંબંધ-અનુસંધાનને દૂર કરવાં, એ સહુથી પૂરેપૂરું અળગાં થઈ જવું; કારણ કે એનાં પરિણામે ઉદ્ભવતાં સંસારબંધનો તો તેને પોસાય જ નહીં.
અને આવી યત્નસભર, સંયમશીલ કારકિર્દી કંઈ નિરર્થક નથી હોતી. એની સુનિશ્ચિત. એવી ઉપલબ્ધિ પણ એવી જ કિવિધ છે: એક, પ્રાપ્તિની, બીજી, દૂરીકરણની : સ્વાનુભવ પ્રાપ્ત થયેલી, બ્રહ્મમાં જ રહેલી એની અવિચળ નિષ્ઠા એને અચૂક (ન), “બ્રહ્માસ્વાદસહોદર' આનંદ આપે છે (સુવતિ); અને અવિદ્યાનાં વિસ્તાર-પરિણામ-સ્વરૂપ, વિષયો-વાસનાઓ અને સંસારનાં જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ સમાં સર્વ દુઃખોને તે દૂર કરે છે (હતિ). શ્લોકની ચોથી પંક્તિમાંના પાં-શબ્દને ત્રીજી પંક્તિમાંના સુવતિ-શબ્દ સાથે
વિવેચૂડામણિ | ૨૨૧