________________
છે જ.
આવો કશોક ખુલાસો(Explanation), અચોરનાં દષ્ટાંત માટે આપી શકાય; પરંતુ અચાર્યશ્રીનાં મનમાં, તો, છાન્દોગ્ય-ઉપનિષદમાંની, ઉદ્દાલક-શ્વેતકેતુ(પિતા-પુત્ર) વિશેની આ આખ્યાયિકા જ અભિપ્રેત હશે, એમાં શંકા નથી.
પ્રસંગ કંઈક આ પ્રમાણે છે :
રાજાના અનુચરો બે માણસોને પકડીને રાજાની સમક્ષ લઈ આવે છે. તે બંને પર ચોરીનો આરોપ છે અને તે બંને, અત્યારની કોર્ટની ભાષામાં પોતે ગુનેગાર નથી” (Not guilty) એમ કહે છે. અનુચરો, અલબત્ત, રજૂઆત કરે છે કે તેય માર્જીત - “તેણે ચોરી કરી છે.” હવે શું કરવું ? સાબિત કેવી રીતે કરવું ? અંતે નક્કી એમ થાય છે કે “આને માટે કુહાડો તપાવો” | મિથ્યા' વડે પોતાને ઢાંકી દેનારો માણસ પેલા તપાવેલા કુહાડાને સ્પર્શે છે, તે દાઝે છે અને તેથી તે મૃત્યુદંડ પામે છે : (સ: નૃતમિલબ્ધ, અવૃત્તિ માત્માને મિન્હાય, પરશું તતં ગૃતિ, ઢાતે અથ હન્યતે )
જ્યારે પેલો બીજો માણસ સત્યપ્રતિજ્ઞાવાળો હતો. તેણે સત્ય વડે પોતાને ઢાંકીને તપેલા કુહાડાનો સ્પર્શ કર્યો, (પણ) તે દાઝયો નહીં અને આરોપમાંથી મુક્ત થયો : (સ: સત્યાન્હાના, સત્યેન માત્માને મળ્યાય, પરશું તતં પ્રતિપૃરંપતિ, સ: ન રહાણે, અથ મુખ્યતે I (૬, ૧-૨).
ઉપનિષદની આ આખ્યાયિકામાં, “સત્ય” અને અહીંના મિથ્યા'-શબ્દને બદલે) અમૃત', - એ શબ્દો છે; પરંતુ “અભિસન્ધાન- શબ્દ તો છે જ; એ જ દર્શાવે છે કે આચાર્યશ્રીને આ દૃષ્ટાંત જ અભિપ્રેત હશે : તપાવેલા કુહાડાને સ્પર્શતાં જે દાઝે છે, તે ચોર છે અને જે દાઝતો નથી, તે અચોર છે !
“અસત્યની ચકાસણી માટે, પ્રવર્તમાન શાસકો, 'Lie-Ditector' જેવું જે 'સાધન વાપરે છે, તેના મૂળમાં છાંદોગ્ય-ઉપનિષદની આ આખ્યાયિકા હશે ?
શ્લોકનો છંદઃ ઉપજાતિ (૩૩૩)
૩૩૪ यतिरसदनुसन्धि बन्धहेतुं विहाय
स्वयमयमहमस्मीत्यात्मदृष्ट्यैव तिष्ठेत् । सुखयति ननु निष्ठा ब्रह्मणि स्वानुभूत्या
हरति परमविद्याकार्यदुःखं प्रतीतम् ॥३३४॥ . વિવેકચૂડામણિ | ૬૧૯