________________
આવ્યો છે, તેવાં, અહીં, દૃશ્ય-પદાર્થમાં, જે આત્મબુદ્ધિ કરે છે તે (મનુષ્ય), નિષિદ્ધ આચરણ કરે છે તેવા ચોરની જેમ, દુઃખ ઉપર દુઃખ પામે છે. (૩૩૨) ટિપ્પણ :
‘નિષેધ’ એટલે મનાઈ; અમુક ક્રિયા ન કરવાની આજ્ઞા. આ પ્રકારની આજ્ઞા આપવાનો હેતુ, સામાન્ય સંજોગોમાં, એ હોય છે કે એ ક્રિયા હાનિકારક અથવા અયોગ્ય હોય; ઉદાહરણ તરીકે મનિષેધ, દારૂબંધી, નશાબંધી. જો કોઈ વિચાર કે વસ્તુ વિશેનો નિષેધ હોય તો એની પાછળનું કારણ હોય કે તે મિથ્યા હોય, અનિત્ય હોય, બાહ્ય દૃષ્ટિએ જ માત્ર ‘દેખાતું’ (દશ્ય’) હોય; ખરેખર અથવા પારમાર્થિક દૃષ્ટિએ, એનું અસ્તિત્વ જ ન હોય. ટૂંકમાં, ‘નિષિદ્ધ’ ક્રિયા કે વિચાર-વસ્તુને આચારિત કરવામાં આવે તો, એવું આચરણ કરનાર મનુષ્ય (નિષિદ્ધર્તા), અંતે, અવશ્ય, દુ:ખી થાય છે, એવું પ્રતિપાદન કરવાનું, આ શ્લોકનું તાત્પર્ય છે.
આ શ્લોકમાં, જેનો ‘નિષેધ’ કરવામાં આવ્યો છે તે એ છે કે આ જગતમાં જે કંઈ દેખાય છે, એવી સર્વ દશ્ય’ બાબતો વિશે સાધકે ‘આત્મબુદ્ધિ' ન સેવવી; અને આવો ‘નિષેધ' જેમના વડે કરવામાં આવ્યો છે, તે છે, શ્રુતિ, સ્મૃતિ અને ન્યાયનાં સેંકડો વાક્યો.
‘વેદાન્ત’-દર્શનનો પાયાનો સિદ્ધાંત આવાં સૂત્રાત્મક અને સુપ્રસિદ્ધ વિધાનમાં વ્યક્ત કરવામાં આવ્યો છે : બ્રહ્મ સત્યં નાત્ મિથ્યા । જે જગતમાં આપણે જીવીએ છીએ અને જે જગત આપણી સમક્ષ છે, પ્રત્યક્ષ છે, આપણી આંખો જેને પોતાની સામે જ જોઈ શકે છે, તે જગત મિથ્યા ? ખોટું ? અસત્ ? આવો આધાતકારક સવાલ કોઈ પણ સામાન્ય વ્યક્તિનાં મનમાં, સ્વાભાવિક રીતે જ, ઉદ્ભવે અને છતાં આ વિધાન સંપૂર્ણરીતે સાચું, અસંદિગ્ધ અને ત્રિકાલાબાધિત છે, એવું પ્રતિપાદન, શંકરાચાર્યના ‘કેવલાદ્વૈતવાદ'ની સર્વ ચર્ચાઓમાં, આધારશિલા-સ્વરૂપે અને કેન્દ્રસ્થાને રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે જે કાંઈ ‘દેખાય’ (દશ્ય’) છે તે, ખરેખર, છે’, ‘હોય છે’, અથવા ‘અસ્તિત્વ ધરાવે છે’, - એવી માન્યતા એ એક ‘ભ્રમ’ છે : રાત્રે રસ્તામાં પડેલું દોરડું (રન્નુ), અંધારાંને કારણે, સાપ-(સર્પ)-રૂપે દેખાય (‘દૃશ્ય’) છે અને છતાં, જે દેખાય છે તે સાપ હોતો જ નથી, તે એક નિર્વિવાદ સત્ય છે. સૈદ્ધાંતિક દૃષ્ટિએ, જંગતનું અસ્તિત્વ (Existence) પણ સાપનાં અસ્તિત્વ જેવું, દેખાવા પૂરતું જ, પારિભાષિક શબ્દમાં, પ્રાતિભાસિક' છે; કારણ કે જે કંઈ ‘દૃશ્ય’ છે, તેને આકાર છે, તે જન્મેલું છે અને જન્મેલું હોવાને કારણે તેનું મૃત્યુ નિશ્ચિત છે. તેની હયાતી માત્ર વર્તમાનકાળમાં જ છે, ભૂતકાળમાં તે ન્હોતી અને ભવિષ્યકાળમાં તે રહેશે નહીં; આ અગાઉ આપણે જેની ચર્ચા કરી ચૂક્યાં છીએ, તે ‘અભાવ’ના ૬૧૪ / વિવેકચૂડામણિ