________________
દર્શન કરવા માંડે તો, એના માટે જન્મ-મૃત્ય-સંસાર વગેરેનો ભય નિશ્ચિત થઈ જાય. બ્રહ્મમાં કે બ્રહ્મથી અણુ-માત્રના ભેદની દૃષ્ટિ, એટલે જ બ્રહ્મદર્શન માટેની અપાત્રતા (Disqualification) ! એની બહુશ્રુતતા (Well-readness) આ બાબત કશા જ ખપની નહીં! તેણે જેવો ભેદને જોયો (મેટું પશ્યતિ), તેવો જ, તે જ ક્ષણે (તા પવ), એના માટે (મુષ્ય), ભયનાં નિર્માણની શરૂઆત થઈ જાય છે (અયં ભવતિ). એનો અપરાધ માત્ર એક જ અને તે એ કે તેણે અભિન્ન એવાં બ્રહ્મનું ભિન્નરૂપે દર્શન કર્યું! (તેને મિનતયા વીક્ષિત) અને એના આ અપરાધનાં મૂળમાં હતો પણ પ્રમાદ (પ્રવાત), અસાવધાની, ગાફેલપણું. આવો આરૂઢ અને મૂર્ધન્ય કક્ષાનો વિદ્વાન પણ જો પોતાની જાતને અખંડ અને અ-ભેદ એવા બ્રહ્મથી જરા પણ ભિન્ન સમજે તો, તે સ્વસ્થ નથી, સાવધાન નથી, જાગ્રત નથી, એમ જ સમજવું રહ્યું !
આવી પરિસ્થિતિનો ફલિતાર્થ એ જ કે પ્રમાદ-રૂપી મહા-અનર્થથી અળગા રહેવામાં વિદ્વત્તા સહાયક બની શકતી નથી : “ભેદ' અને “અભેદી વચ્ચેના સૂક્ષ્મ છતાં મહત્તમ “ભેદ (Difference)ને પામવા-પારખવાની જેનામાં વિવેકબુદ્ધિ નથી, એની ગમે તેવી ઉચ્ચ પ્રજ્ઞા-મેધા (Intellect) પણ નિરર્થક છે ! આવો મનુષ્ય પણ પ્રમાદથી મુક્ત રહેવાની બાબતમાં ગોથું ખાઈ જાય, ભેદ-દષ્ટિનો ભોગ બની જાય અને અંતે, જન્મ-મૃત્યુનાં અનંત ચક્કરના ભયનું પોતે જ નિર્માણ કરી બેસે !
શ્લોકનો છંદઃ ઉપજાતિ (૩૩૧)
श्रुतिस्मृतिन्यायशतैनिषिद्धे
दृश्येऽत्र यः स्वात्ममतिं करोति । उपैति दुःखोपरि दुःखजातं
निषिद्धकर्ता स मलिम्लुचो यथा ॥३३२॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
શ્રુતિસ્મૃતિન્યાયશસૈનિષિદ્ધ
દશ્યકત્ર યઃ સ્વાત્મમતિ કરોતિ | ઉપૈતિ દુઃખોપરિ દુઃખજાત નિષિદ્ધકર્તા સ મલિવુચો યથા ૩૩રા
૬૧૨ | વિવેચૂડામણિ