________________
1
મુદ્દાનું-વિષયનું, એટલે કે શ્લોક ૨૫૨થી શ્લોક-૨૬૪ સુધીના ૧૩ શ્લોકોમાં સવિસ્તર નિરૂપવામાં આવેલાં બ્રહ્મનાં સ્વરૂપ-લક્ષણનું (ભાવન -કર). કેવી રીતે ભાવન કરવાનું છે ? પિયા ધી એટલે બુદ્ધિ, તેનું તૃતીયા-વિભક્તિ, એકવચનનું રૂપ, ધિયા, બુદ્ધિપૂર્વક, બુદ્ધિ વડે. શાની મદદ વડે, આવું ભાવન કરવાનું છે ? પ્રથિતયુત્તિમિ: । પ્રથિત એટલે પ્રસિદ્ધ, જાણીતી. ક્યાં પ્રસિદ્ધ ? ક્યાં જણાવવામાં આવેલી ? યુòિમિ: વેદાંતદર્શનમાં પ્રસિદ્ધ એવી યુક્તિઓ વડે (ભાવન કર). તેમ કરવાથી શો લાભ મળશે ? તેન તત્ત્વનિામ: સંશયાવિહિત ભવિષ્યતિ તેન તેનાથી, તેમ કરવાથી. તત્ત્વનિામ: આત્મતત્ત્વનું જ્ઞાન, વેદો, ઉપનિષદો, ગીતા વગેરેમાં નિરૂપવામાં આવેલું બ્રહ્મતત્ત્વનું જ્ઞાન. આ જ્ઞાન કેવું થઈ જશે (મવિષ્યતિ) ? સંશયાવિરતિમ્ । સંશય વગેરેથી રહિત, શંકા વગેરે વિનાનું, નિઃશંક, અસંદિગ્ધ, સ્પષ્ટ. કોના જેવું સ્પષ્ટ ? -મમ્મુ-વત્।ર એટલે હાથ, હથેળી, અન્ધુ એટલે જળ: હથેળીમાં રહેલાં જળની જેમ સ્પષ્ટ. (૨૬૫) અનુવાદ : ઉપર્યુક્ત આ વિષય વિશે, તું પોતે, પોતાની બુદ્ધિપૂર્વક, વેદાંતદર્શનમાં પ્રસિદ્ધ એવી યુક્તિઓ વડે, તારાં અંતઃકરણમાં ભાવન કર. તેમ કરવાથી, (વેદ-વેદાન્ત-પ્રબોધિત) આત્મતત્ત્વનો બોધ, તને, હથેળીમાં રહેલાં જળની માફક, કોઈ પણ પ્રકારની શંકાવિનાનો (સ્પષ્ટ) થઈ જશે. (૨૬૫)
-
ટિપ્પણ : શિક્ષણશાસ્ત્રનો એક મહત્ત્વનો સિદ્ધાંત છે કે ગુરુએ વર્ગમાં જે કાંઈ ભણાવ્યું હોય, તેને સાંભળ્યા પછી, વર્ગમાંથી ઘેર ગયા બાદ, શિષ્યે તેના પર ઊંડું મનન કરવું જોઈએ. આમ થાય તો, જે કાંઈ ‘ગ્રહણ' (Grasp) કરવામાં આવ્યું હોય તેને, મગજમાં ‘સંરક્ષી' (Retain) શકાય.
અને અહીં તો સર્વોત્તમ અધ્યાપક એવા આદ્ય શ્રીશંકરાચાર્ય છે. જ્ઞાનનાં ‘ગ્રહણ' (Grasping) પછીના ‘સંરક્ષણ’(Retention)નો આ સિદ્ધાંત એમના ખ્યાલ બહાર હોય જ નહીં. આ શ્લોકમાં, તેઓશ્રી પેલા ૧૩ શ્લોકોમાંના પોતાના ‘આદેશ- ઉપદેશ' (તત્ વ્રહ્મ ત્યં અપ્તિ' કૃતિ આત્મનિ માવય ।) અને અનુરોધ પ૨, શિષ્ય એકાગ્રતાપૂર્વક ઊંડું મનન-મંથન (Meditation) કરે, એવી ભલામણ કરે છે. બ્રહ્મસ્વરૂપનું લક્ષણ એક અઘરો અને અટપટો વિષય છે, પરંતુ પોતાનાં જ્ઞાનના એ નિષ્કર્ષને, અનેક વિવિધ દૃષ્ટિકોણોને નજર સમક્ષ રાખીને, સમુચિત દૃષ્ટાંતોની સહાયથી, આચાર્યશ્રીએ, સ્પષ્ટ અને સવિસ્તર, શિષ્યની સમક્ષ નિરૂપ્યો છે. હવે, શિષ્ય, પોતાની બુદ્ધિ વડે (સ્વયં ધિયા), વેદાંતશાસ્ત્રમાં દર્શાવેલી તાત્ત્વિક યુક્તિ-પ્રયુક્તિઓની સહાયથી, શ્રુતિપ્રસિદ્ધ તર્ક-વિતર્ક વડે (પ્રથિતયુત્તિમિ:), પોતાનાં મનમાં એનું રટણ કરે, એવી તેઓશ્રી આજ્ઞા કરે છે (આત્મનિ માવય )
આમ કરવામાં આવે તો જ, બ્રહ્મતત્ત્વનું પોતે પ્રબોધેલું જ્ઞાન (તત્ત્વનિામ), શિષ્યની ચિત્તભૂમિ પર, હથેળીમાં રહેલાં જળ જેવું (રામ્બુવત), સ્પષ્ટ અને અસંદિગ્ધ, સુદીર્ઘ સમય સુધી, સુરક્ષિત જળવાઈ રહે (સંશયાવિહિત મવિષ્યતિ). વિવેકચૂડામણિ | ૪૯૩