________________
રીતે દૂર કરવાનો છે? – અવ્યવૃત્તિપૂર્વવત્ તત્ એટલે જે “તે (૬) નથી”, જે ત૬ બ્રહ્મ, ચૈતન્ય આત્મા નથી, તે. ટૂંકમાં, ૩ ત૬ એટલે ત૬થી વિરુદ્ધ-વિલક્ષણ એવું શરીર, આવભાવ. વ્યાત્તિ એટલે નિવૃત્તિ-નિવારણ-નિષેધદૂરીકરણ. “અતનાં નિવારણપૂર્વક એટલે કે સૌપહેલાં (પૂર્વ) “અતદ્દનો નિષેધ કરવાનો છે અને ત્યારપછી, એટલે એને કારણે જ શક્ય બને એવા, અધ્યાસ’નું નિવારણ કરવાનું છે.
પરંતુ એ પહેલાં, બીજું શું કરવાનું રહે છે ? “મર્દ નીવ: ૧ ( H), (પિ તુ) પરં (મિ)' ત (નિશ્ચિત્ય) | “હું જીવ નથી, પરંતુ પરમ બ્રહ્મ છું' – એ પ્રકારનો (મનમાં) નિશ્ચય કરવાનો છે. (૨૮૧) ,
અનુવાદ : “હું જીવ નથી, પરંતુ પરમ બ્રહ્મ છું', – એવો (મનમાં) નિશ્ચય કરીને, “અતના નિષેધપૂર્વક, વાસનાના વેગને કારણે (વારંવાર) પ્રાપ્ત થતા તારા “અધ્યાસીને તું દૂર કર. (૨૮૧)
ટિપ્પણ : શ્લોક ૨૭૮થી શરુ થયેલા આ વિષયનાં નિરૂપણમાં, શ્રીસદ્ગુરુ, શિષ્યને પોતાના “અધ્યાસ’ને દૂર કરવાના મુદ્દા પર વારંવાર ભાર મૂકે છે, પણ દરેક શ્લોકમાં નવા સવાલો રજુ કરે છે : એક : “અધ્યાસ' શાને કારણે પ્રાપ્ત થયો ? અને બીજો : “અધ્યાસીને કેવી રીતે દૂર કરવાનો છે? પ્રથમ સવાલનો જવાબ અહીં, આમ, આપવામાં આવ્યો છે : વાસનાવે ત: – સંસાર, દેહ, ઇન્દ્રિયો વગેરે પ્રત્યેની આસક્તિને કારણે ઉત્પન્ન થયેલી વિષયવાસનાઓનો “વેગ', એ સર્વનું ‘બળ’ એટલું બધું હોય છે કે જેથી સાધકનાં ચિત્તમાં “અધ્યાસ’ સર્જાય છે. બીજા સવાલના જવાબ-રૂપે, ગુરુજીએ શિષ્યને મહત્ત્વની બે સૂચનાઓ આ પ્રમાણે આપી છે : (૧) “હું જીવ નથી, પરંતુ હું તો પરમ બ્રહ્મ છું,’ – એ પ્રકારનો મક્કમ નિશ્ચય તેણે પોતાનાં મનમાં કરવાનો રહે છે; અને (૨) આ પ્રમાણે, તેણે જે નિર્ણય કર્યો છે તેને સંપૂર્ણરીતે ચરિતાર્થ કરવા માટે, મત૬ એટલે કે જીવભાવની નિવૃત્તિ કરવાની રહે છે; શરીર પ્રત્યેની દેહાત્મબુદ્ધિનું નિવારણ કરવાનું છે; અને ઇન્દ્રિયો વગેરેના “અહ-મમભાવને દૂર કરવાનો છે.
ટૂંકમાં, “હું જીવ છું, શરીર છું”, એ પ્રકારની “અત” –વૃત્તિનું જ્યાં સુધી સંપૂર્ણરીતે નિવારણ ન થાય ત્યાં સુધી, “અધ્યાસ” દૂર ન થાય અને “અધ્યાસ” દૂર ન થાય ત્યાં સુધી બ્રહ્મભાવનો સાક્ષાત્કાર ન થાય.
શ્લોકનો છંદ : અનુણુપ (૨૮૧)
श्रुत्या युक्त्या स्वानुभूत्या ज्ञात्वा सार्वात्म्यमात्मनः । क्वचिदाभासतः प्राप्तस्वाध्यासापनयं कुरु ॥ २८२ ॥
વિવેકચૂડામણિ / ૫૧૭