________________
મહાવાક્યોમાં પ્રબોધિત જીવ-બ્રહ્મની એક્તાના સિદ્ધાન્તને મળતી આવતી, સુપ્રસિદ્ધ સંત “મજૂર”ની “અનલહક” (“હું પોતે જ ખુદા છું”), એ ઘોષણા, આ અનુસંધાનમાં યાદ આવી જાય છે ઃ જળનું બિંદુ સિંધુમાં ભળી જાય, તે પછી પાણીનું તે ટીપું એમ કહે છે કે “હું સાગર છું ” તો, એમાં સંપૂર્ણ ઔચિત્ય જ છેને !
અને ભૂલી ગયેલા માણસને તેની ભૂલનું સ્મરણ કરાવ્યા વિના, તે પોતાની ભૂલને સુધારી શકે નહીં, એટલે તેને “સામવેદ'નાં મહાવાક્ય - તત્ત્વમસિ 'જેવાં અન્ય મહાવાક્યોમાં પ્રબોધિત, બ્રહ્મ-જીવની એક્તાનાં જ્ઞાનનો સદુપયોગ કરવાની, શ્રીસદ્ગુરુ, શિષ્યને સમયસર યાદી (Reminder) પાઠવે છે, અને
જ્યાં સુધી આ જ્ઞાન એ સંપૂર્ણરીતે આત્મસાત્ કરે નહીં ત્યાં સુધી, તેના અધ્યાસને દૂર કરવાનું તેના માટે શક્ય જ ન બને.
પરંતુ યાદ આપ્યા પછી પણ, માણસ, એ જ વાત ફરી ભૂલી જાય એ તો માનવ-સહજ છે, - To err is human એ અંગ્રેજી કહેવત પ્રમાણે ! અને મનોવિજ્ઞાન પણ આ વાતનું સમર્થન કરે છે; એટલે બ્રહ્મમાં પોતાની આત્મબુદ્ધિને શિષ્ય સતત, અવિરત દૃઢ કરતો રહે તે માટે (
રાય), એટલે કે બ્રહ્મ-જીવનાં ઐક્યની ભાવનાનાં Confirmation માટે, ગુરુજી, તેને, આ પ્રકારની દઢતામાં નડતરરૂપ બનતા તેના પોતાના અધ્યાસને દૂર કરવાનો અનુરોધ કરે છે.
શ્લોકનો છંદ : અનુરુપ (૨૮૪).
૨૮૫ अहंभावस्य देहेऽस्मिन् निःशेषविलयावधि । '
सावधानेन युक्तात्मा स्वाध्यासापनयं कुरु ॥ २८५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
અહંભાવસ્ય દેહેડસ્મિનું નિઃશેષવિલયાવધિ . સાવધાનેન યુક્તાત્મા સ્વાધ્યાસાપનાં કુરુ // ૨૮૫ //
શ્લોકનો ગદ્ય અન્વય : અમિન હે મર્દમાવસ્ય નિ:શેષ-વિલય-૩વધ સ-અવધાન યુભા (સન) -૩ ધ્યાસ-અપનયે ! | ર૮૬ //
શબ્દાર્થ : આ શ્લોકમાં પણ મુખ્ય વાક્ય તો, યથાપૂર્વ, તે જ છે; અને અધ્યાસ'નાં દૂરીકરણનું પ્રયોજન તથા એ દૂરીકરણની રીત, – એ બંને સવાલોને પણ, યથાપૂર્વ, આવરી લેવાયા છે : (૧) પ્રયોજન : દેહ-ઈન્દ્રિયો-મન વગેરેમાંની આસક્તિથી લુબ્ધ બનીને જીવ આ બધાંમાં, “હું કર્તા છું, ભોક્તા છું' - એવા “અહી–ભાવ અને “મમ'-ભાવનાં સેવનનો ભોગ (Victim) બની જાય છે, અને આવું સેવન જ “અધ્યાસનું કારણ છે. આથી, આ શરીરમાંનો એનો “હું'-પણાનો ભાવ (મિન દે સમાવ:) નષ્ટ કરવો જ રહ્યો. નિઃશેષ એટલે જરા પણ
પરર | વિવેકપૂડામણિ