________________
શિકાર તો તે બની જ ગયો છે, એમાં વળી બુદ્ધિના અનેક દોષો; એટલે પેલી “વિસ્મૃતિને તો સરસ તક મળી જાય છે, એને વિચલિત કરવાની, વિક્ષિપ્ત કરવાની, ભમાવવાની ! અને આવા સમયે તે એવો નિર્બળ અને નિર્માલ્ય બની ગયો હોય છે કે તેની વિદ્વત્તા અને શાસ્ત્રજ્ઞાનની સજ્જતા પણ એના માટે સહાયક બની શકતી નથી! પોતાનાં મૂળ ધ્યેયથી ટ્યુત બનેલા, એટલે કે પ્રમાદ-વશ થઈ ચૂકેલા આવા મનુષ્યને પેલી “વિસ્મૃતિ વિક્ષિપ્ત બનાવી દે, એટલે પછી એના માટે તો એક જ પરિણામ, - એની સુનિશ્ચિત “અધોગતિ' !
કોઈક ભણેલો-ગણેલો જ્ઞાની-સંસ્કારી માણસ, કોઈક વ્યભિચારિણી સ્ત્રીના મોહપાશમાં ફસાય, તો શું અને કેવું પરિણામ આવે ? પેલી તો કુલટા સ્ત્રી હતી, ચારિત્ર-ભ્રષ્ટ હતી, એનાં હોરાં-નખરાંને કારણે, આ ભાઈસાહેબ વિષયાભિમુખ બની ગયા, મગજ કાંઈ સારા વિચારો કરી શકતું નહોતું, બુદ્ધિ દૂષિત થઈ ગઈ હતી : આવી પરિસ્થિતિમાં પેલી લંપટ લલના એને ભમાવવા-લોભાવવામાં શા માટે કશી કચાશ રાખે ! અધ:પતનની ઊંડી ખીણ, એ જ એનો આખરી અંજામ !
સાહિત્યના પંડિતોનું એક વિધાન છે કે “ઉપમા તો કાલિદાસની જ', (૩૫માં નિવાસી ) આ પ્રશસ્તિનાં મૂળમાં, કાલિદાસની ઉપમાઓનું ઔચિત્ય રહેલું છે. કાલિદાસ તો “કવિકુલગુરુ' જેવું વિરલ બિરુદ પામેલા મહાકવિ છે; પરંતુ શંકરાચાર્યજી પણ મુખ્યતઃ ભલે એક આરૂઢ તત્ત્વચિંતક રહ્યા, એમની કવિ-પ્રતિભા એવી જ ઉજજ્વળ અને યશસ્વી છે, એની પ્રતીતિ, તેમણે આ શ્લોકમાં પ્રયોજેલી ઔચિત્યપૂર્ણ ઉપમા કરાવે છે : મનુષ્ય આચરેલી જ આત્મ-વિસ્મૃતિ, જે રીતે તેને તેના જીવનધ્યેયથી વિચલિત કરીને તેને વિનાશની ગર્તામાં ફેંકી દે છે. તે જોતાં, તે, આત્મસ્મૃતિ, આ શ્લોકમાંની પેલી ચારિત્રવિહીન સ્ત્રી (યોષા) જેવી જ ગણાય ને !
આત્મવિસ્મૃતિ'ને પોષા'ની ઉપમા આપીને, આચાર્યશ્રીએ, પૂરું ઔચિત્યા અભિવ્યક્ત કર્યું છે, એની કોણ ના પાડી શકશે?
શ્લોકનો છંદઃ અનુષ્ણુપ (૩૨૪)
૩૨૫ यथापकृष्टं शैवालं क्षणमात्रं न तिष्ठति । आवृणोति तथा माया प्राज्ञं वापि पराङ्मुखम् ॥३२५॥
૫૯૬ | વિવેચૂડામણિ