________________
થતું નથી, (સંસા૨) ચાલુ જ રહે છે. (૩૧૪)
અનુવાદ :
વાસનાની (એટલે કે વાસનારૂપી બીજની) વૃદ્ધિ થવાથી, કર્મ વધતું રહે છે અને કર્મોની વૃદ્ધિ થતાં, વાસના વધતી જાય છે : (આથી) મનુષ્યના સંસારનું કોઈ પણ રીતે નિવારણ થતું નથી. (૩૧૪)
ટિપ્પણ :
આ શ્લોક પણ, ગયા શ્લોકની જેમ જ, સહેલો છે, એટલું જ નહીં પરંતુ એ શ્લોકનાં કથયિતવ્યને જ અહીં જરા જુદી રીતે કહેવામાં આવ્યું છે.
ગયા શ્લોકમાં વીન શબ્દ પ્રયોજાયો હતો; એ બીજ’ વાસનાનું હતું, એવી સ્પષ્ટતા એ શ્લોકનાં ટિપ્પણમાં કરવામાં આવી છે; એટલે વિષચક્રનું જે દ્વન્દ્વ ત્યાં કર્મ અને બીજ વચ્ચે હતું તે, અહીં, કર્મ અને વાસના વચ્ચે છે; પરંતુ વસ્તુતઃ ગ્રંથકારને અભિપ્રેત કથયિતવ્યમાં કશો ફેર પડતો નથી.
પ્રત્યેક મોક્ષાર્થી સાધકને આટલો ખ્યાલ તો છે જ કે જ્યાં સુધી સંસારની નિવૃત્તિ ન થાય, (સંસારો ન નિવર્તતે 1), એનું નિવારણ ન થાય, એટલે કે જીવાત્માનો સંસાર ચાલુ રહે ત્યાં સુધી, મોક્ષ માટે કશો અવકાશ સર્જાતો નથી.
પરંતુ સંસારનું નિવારણ તો, ગયા શ્ર્લોકનાં ટિપ્પણમાં સવિસ્તર સમજાવવામાં આવ્યું છે તેમ, કર્મ-બીજ અથવા કર્મ-વાસનાનું વિષચક્ર ચાલુ રહે ત્યાં સુધી શક્ય જ નથી !
-
અને આ વિષચક્ર તો અને ત્યારે જ બંધ થાય, જો અને જ્યારે ‘હું બ્રહ્મ છું' · એવી ભાવના વડે, મોક્ષાર્થી દ્વારા, દેહ વગેરેમાં આચરવામાં આવતો આત્માધ્યાસ દૂર કરવામાં આવે !
આમ, આત્મજ્ઞાનથી માંડીને મોક્ષ સુધીની, છેક નીચેથી ઉપર સુધીની, સમગ્ર સોપાન-પરંપરા પરસ્પર-અવલંબિત છે.
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૩૧૪)
૩૧૫
संसारबन्धविच्छित्त्यै तद्-द्वयं प्रदहेद् यतिः । वासनावृद्धिरेताभ्यां चिन्तया क्रियया बहिः ॥३१५॥
વિવેકચૂડામણિ / ૫૭૫