________________
‘જીવન્મુક્તિ’ કહેવામાં આવે છે. (૩૧૮)
અનુવાદ :
(બાહ્ય) ક્રિયાઓનો નાશ થતાં, વિષયોનું ચિંતન નાશ પામે છે; આ (વિષયચિંતન)ના નાશને કારણે વાસનાઓનો ક્ષય થાય છે અને વાસનાઓનો સંપૂર્ણ ક્ષય એ જ મોક્ષ છે : આ(વાસનાના સંપૂર્ણ ક્ષયરૂપી મોક્ષ)ને જ ‘જીવન્મુક્તિ’ કહેવામાં આવે છે. (૩૧૮)
ટિપ્પણ :
શ્લોક સર્વ રીતે, - શબ્દાર્થ, વાક્યરચના વગેરેની દૃષ્ટિએ, - સહેલો છે અને આ પહેલાંના બે શ્લોકો(૩૧૬-૩૧૭)માંના વિષયની જ પુષ્ટિ કરે છે.
સાંસારિક વ્યવહારનાં કાર્યો અને વિષયોનું ચિંતન; - એ બંને પરસ્પરને પોષક પ્રક્રિયાઓ છે ઃ કાર્યો વિષયોનાં ચિંતનને પ્રેરે છે અને વિષયોનું ચિંતન જ વળી પાછાં સાધકને કાર્યો પ્રત્યે ઉત્તેજિત કરે છે; અને શ્લોક-૩૧૬માં જણાવવામાં આવ્યું છે તેમ, આ બંને (બાહ્ય ક્રિયાઓ અને વિષયચિંતન) વડે વાસના પ્રબળ થાય છે (તામ્યાં પ્રવર્ધમાના સા વાસના) અને આત્માને સંસારી બનાવે છે (આત્મનઃ સંસ્કૃતિ સૂતે 1). એટલે, સાધકે જો મોક્ષ પામવો હોય તો, આ ત્રણેય(ક્રિયા, ચિંતન અને વાસના)ને નિર્મૂળ કરવાં જ રહ્યાં !
અને એમાંયે, ક્રિયા તથા ચિંતનનો નાશ થતાં પરિણામ તો વાસનાઓનો સમૂળગો ક્ષય (પ્ર-ક્ષય:), એ જ મોક્ષ, મોક્ષનો પર્યાય ! વાસનામુક્તિ એ જ
મુક્તિ !
-
માનવજીવન સાથે સંકળાયેલા ચાર પુરુષાર્થો(ધર્મ, અર્થ, કામ અને મોક્ષ)માંના છેલ્લા-ચોથા પુરુષાર્થ(મોક્ષ) વિશેની એક પ્રચલિત માન્યતા કે મોક્ષ તો મૃત્યુ પછી જ મળી શકે ! એ માન્યતાનું આચાર્યશ્રી અહીં ખંડન કરે છે, એમ ભારપૂર્વક કહીને કે આવો વાસના-પ્રક્ષયરૂપી મોક્ષ, એને જ જીવન્મુક્તિ' કહેવામાં આવે છે ! – (સા નૌવન્મુત્તિ: વ્યંતે ). આચાર્યશ્રીને અહીં જે અભિપ્રેત છે તે એ કે ‘મુમુક્ષુ’ જો સાચા અર્થમાં ‘મોક્ષ ઇચ્છતો' હોય તો, એટલે કે એની મોક્ષ-સાધના જો સંપૂર્ણ, સંનિષ્ઠ અને હૃદયોદ્ભૂત હોય તો, એને મૃત્યુની રાહ જોવાની જરૂર રહેતી નથી : અહીં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે, - વાસનાનો પ્રક્ષય’- જો તે સિદ્ધ કરી શક્યો હોય તો, છતે દેહે અને જીવાતાં જીવન દરમિયાન જ, તેણે મુક્તિ પ્રાપ્ત કરી લીધી કહેવાય અને આવી સંસિદ્ધિને જ જીવન્મુક્તિ' કહેવામાં આવે છે.
હકીકતમાં, આચાર્યશ્રીનાં મનમાં ‘મોક્ષ'ની આવી વિશિષ્ટ વિભાવના છે,
વિવેચૂડામણિ / ૫૮૧
-