________________
ટિપ્પણ:
અહંકારનું નિવારણ કરવાનું કામ ખૂબ મુશ્કેલ છે, - લગભગ, અશક્ય જેવું, - તેથી જ ગ્રંથકારે, તે નિવારણનાં અનેક વિવિધ પાસાંઓની, જુદાં જુદાં દષ્ટિકોણોને અનુલક્ષીને, નવાં નવાં ઉદાહરણો આપીને, એની લંબાણ-ચર્ચા કરી છે.
આ શ્લોકમાં તો, એટલે સુધી કહેવામાં આવ્યું છે કે, અહંકારનો એક વાર નિગ્રહ કર્યા પછી પણ સાધકે એમ ન માની લેવું કે “હવે કશો વાંધો નથી, શત્રુ જીતાઈ ગયો છે'; આવી ગાફેલિયત એના માટે, જોખમકારક બની રહેવાની પૂરી શક્યતા છે; સાધકે સતત જાગ્રત રહીને એટલું ધ્યાન રાખવાનું રહે છે કે શત્રુરૂપ આ અહંકારને ફરી પ્રગટ થવાનો અવકાશ ન મળી જાય; અને આવો અવકાશ તેને વિષયવાસનાનાં થોડાંક ચિંતન દ્વારા મળી જાય તેમ છે. જેવો, આવો, વિષય-વિચાર સાધકનાં ચિત્તમાં થાય કે તરત જ પેલો નિયંત્રિત શત્રુ (અહંકાર) સળવળીને, ફરીથી, સજીવન થઈ જાય ! - સાધક માટે થોડું પણ વિષય-ચિંતન કેવું ખતરનાક છે અને તેને સર્વનાશની ખીણમાં કેવી રીતે ફંગોળી દે છે, તેનું, અધઃપતનની નિસરણી જેવું, એક તાદેશ શબ્દચિત્ર, ગીતામાં, ભગવાન શ્રીકૃષ્ણ, આ પ્રમાણે આપ્યું છે :
ध्यायतो विषयान् पुंसः संगस्तेषूपजायते । संगात्संजायते कामः कामात् क्रोधोऽभिजायते ॥
क्रोधाद् भवति संमोहः संमोहात् स्मृतिविभ्रमः । - સ્મૃતિશાત્ વદ્ધિનારો વૃદ્ધિનાશા પ્રગતિ ને (૨, ઘર-૬૩)
(“વિષયોનું ચિંતન કરતા માણસને તેમાં આસક્તિ થાય છે, આસક્તિથી કામ જન્મે છે અને કામથી ક્રોધ જન્મે છે; ક્રોધથી ઘણો જ મોહ થાય છે; અતિમોહથી સ્મૃતિમાં વિભ્રમ થાય છે, સ્મૃતિના વિભ્રમથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશને કારણે તે માણસ સંપૂર્ણ નાશ પામે છે.”)
ટૂંકમાં, વિષયચિંતન એટલે, સાધક માટે તો, સર્વનાશની સોપાન-પરંપરા ! ગીતાના આ શ્લોકોમાં ભલે “અહંકાર' શબ્દ પ્રયોજાયો નથી, પરંતુ વિષય-ચિંતનનાં પરિણામનું જે બીજું પગથિયું છે, - સંગ, આસક્તિ, - તે જ અહંકારનું બીજું નામ છે, જે, કામ-ક્રોધ-મોહ-સ્મૃતિભ્રંશ-બુદ્ધિનાશ વગેરે ક્રમિક પગથિયે સાધકને પછાડતોપછાડતો, અંતે, સર્વનાશનાં પાતાળમાં તેને ફેંકી દે છે !
ગ્રંથકારે, આ ઘટનાનાં સમર્થન માટે, યથાપૂર્વ, એવી જ સમુચિત ઉપમા” આપી છે : બીજોરાંનું ઝાડ સૂકાઈ ગયું હતું, ત્યાં એને પાણી મળી ગયું અને તે, આ એક જ કારણે, ફરીથી ઊગી નીકળ્યું !
- વિવેકચૂડામણિ | પ૬૯