________________
૨૮૦
प्रारब्धं पुष्यति वपुरिति निश्चित्य निश्चलः ।
धैर्यमालम्ब्य यत्नेन स्वाध्यासापनयं कुरु ॥ २८० ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
પ્રારબ્ધ પુષ્યતિ વષુરિતિ નિશ્ચિત્ય નિશ્ચલઃ । ધૈર્યમાલખ્ય યત્નેન સ્વાધ્યાસાપનયં કુરુ ॥ ૨૮૦ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : પ્રારi (મ) વપુઃ પુષ્યતિ કૃતિ નિશ્ચિત્ય, નિશ્ચતઃ (સન્) ધૈર્ય બાલમ્બ, યજ્ઞેન સ્વ-અધ્યાસ-અપનયં પુ ॥ ૨૮૦ ॥
શબ્દાર્થ : અહીં પણ, આ પહેલાંના શ્લોકોની જેમ, મુખ્ય વાક્ય એ જ છે : સ્વ-અધ્યાસ-અપનયં ડૈ । (તારા પોતાના અધ્યાસને તું દૂર કર.)
પરંતુ આ કાર્ય સંપન્ન કરતાં પહેલાં, આ ચાર બાબતોને અમલમાં મૂકવાની છે : (૧) પ્રારi (ર્મ) વપુઃ પુષ્યતિ કૃતિ નિશ્ચિત્ય । ‘પ્રારબ્ધ’ કર્મ જ શરીરનું (વપુ:) પોષણ કરે છે, આવો નિશ્ચય કરીને; (૨) નિશ્ચત: (Fi) - નિશ્ચલ એટલે કે અડગ થઈને; (૩) ધૈર્યં આન્ત્ર ધૈર્યનું અવલંબન કરીને, ધીરજ ધરીને; અને (૪) યનેન પ્રયત્નપૂર્વક. (૨૮૦)
અનુવાદ : ‘પ્રારબ્ધ' કર્મ જ શરીરનું પોષણ કરે છે, - એમ નિશ્ચય કરીને, અડગ બનીને, ધીરજ ધરીને અને પ્રયત્નપૂર્વક, તું તારા અધ્યાસને દૂર કર. (૨૮૦)
ટિપ્પણ : જીવન દરમિયાન, મનુષ્ય અનેક પ્રકારનાં કર્મો સતત કરતો હોય છે, એ બધાંને ‘ક્રિયમાણ' કર્મ કહેવામાં આવે છે. આમાંનાં મોટા ભાગનાં કર્મો એવાં હોય છે કે જેનું ફળ તરત જ મળી જાય છે ઃ દાખલા તરીકે, ભૂખ લાગી અને ખાધું એટલે ભૂખ મટી ગઈ; ખાવાનું કર્મ ભોગવાઈ ગયું. તરસ લાગી અને પાણી પીધું એટલે તરસ છીપી ગઈ; પીવાનું કર્મ ભોગવાઈ ગયું. તે તે કર્મોનાં ફળ ભોગવાઈ ગયાં.
પરંતુ કેટલાંક કર્મો એવાં હોય છે, જેનું ફળ તરત જ નથી મળતું. અને કર્મ વિશેનો એક અટલ સિદ્ધાંત એ છે કે કર્મ સારું હોય કે ખરાબ, એને મનુષ્ય અવશ્ય ભોગવવું જ જોઈએ ઃ જ્યાં સુધી કર્મ ભોગવાય નહીં ત્યાં સુધી, સેંકડોહજારો-કરોડો યુગો વીતી જવા છતાં, એ કર્મોનો નાશ ન થાય ઃ— अवश्यं एव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् । न आभुक्तं कर्म क्षीयते कल्पकोटिशतैः अपि ॥
કેટલાંક ‘ક્રિયમાણ’· કર્મો એવાં હોય છે, જેનું ફળ તરત નથી મળતું. આવાં કર્મોને પાકતાં દિવસો-મહિનાઓ-વર્ષો લાગે છે; અને જે કર્મો ફળ આપે નહીં, ત્યાં સુધી તે એઠાં થતાં રહે, - આવાં જમા થતાં રહેલાં કર્મોને સંચિત’ કર્મ કહેવામાં આવે છે. દાખલા તરીકે, એક યુવાને પોતાનાં વૃદ્ધ માબાપને દુઃખી કર્યાં વિવેકચૂડામણિ / ૫૧૫