________________
ત્રણેય ગુણોને વ્યક્તિગત રીતે કેવી રીતે ઓળંગવા, એનો નાશ કેવી રીતે થાય, એ દર્શાવવાની : સત્ત્વગુણ અને રજોગુણના પ્રભાવ વડે તમોગુણનો નાશ થાય છે, સત્ત્વગુણના પ્રભાવ વડે રજોગુણનો નાશ થાય છે અને શુદ્ધ આત્મજ્ઞાન વડે સત્ત્વગુણનો નાશ થાય છે.
અહીં કોઈકને આવો સવાલ અવશ્ય મુંઝવે : “સત્ત્વ'-ગુણ તો એનાં નામ પ્રમાણે “સારો ગુણ છે, એનો પણ નાશ કરવાનો ? શા માટે ?
આ અનુસંધાનમાં, બે વાત સમજી લેવાની જરૂર છે : એક તો, એ કે સત્વ-ગુણ ખરેખર સારો છે. જુઓ :–
તત્ર સર્વ નિર્મિતત્વાર્ પ્રારા મનાયમ્ I (ગીતા ૧૪, ૬)
(“સત્ત્વગુણ નિર્મળ હોવાથી, પ્રકાશક હોવાથી, નિર્દોષ છે.”)
આમ છતાં, એ ભૂલવાનું નથી કે તે સુખની અને જ્ઞાનની આસક્તિથી (જીવાત્માને) “બાંધે છે” : સુહાન વતિ જ્ઞાનોન વાનર || (૧૪, ૬)
“સંગ એટલે આસક્તિ, અને આસક્તિમાત્રનું પરિણામ એક જ, – બંધન' !
અને બીજું એ કે પ્રકૃતિમાંથી જ જન્મેલા એના બીજા બે સાથીદારો, રજસ અને તમસુ, – ના નિત્યસંપર્કને કારણે, આ “સ'-ગુણ પણ સંપૂર્ણરીતે શુદ્ધ રહી શકતો નથી : “સંગ તેવો રંગ' એ કહેવત પ્રમાણે, “સત્ત્વગુણ પર પણ પોતાના પેલા બે સહચરોના અનિચ્છનીય પ્રભાવનો “રંગ' તો લાગી જ જાય. છે ! પરિણામે, તે શુદ્ધ સત્ત્વગુણને બદલે “મિશ્ર-સત્ત્વગુણ બની જાય છે અને તેથી મોક્ષ યાત્રિક એવા સાધકે આવા મિશ્ર સત્ત્વગુણનો પણ, શુદ્ધ આત્મજ્ઞાન વડે, નાશ કરવાનો રહે છે.
અને આવો એનો નાશ થયા પછી, તે સત્ત્વગુણ શુદ્ધ આત્મજ્ઞાન-સ્વરૂપ બની જાય છે, જેનું અવલંબન (ઝવણમ્ય) સાધકને પોતાના “અધ્યાસ'નો નાશ કરવામાં સહાયક નીવડે છે.
આમ તો, આ જગત ત્રણેય ગુણોની સૃષ્ટિ છે, એમ મનાય છે. પરબ્રહ્મ અને મોક્ષની પ્રાપ્તિ માટે, સાધકે પ્રકૃતિમાંથી જન્મેલાં આ ત્રણેય ગુણો અને તેમની સાથે સંબદ્ધ સાંસારિક વ્યવહારમાંથી મુક્ત થવાની જરૂર છે, કારણ કે તે ગુણો અવિનાશી જીવાત્માને દેહમાં બાંધી રાખે છે –
સર્વ ઃ તમ: રૂતિ ગુરુ પ્રતિસંમવાઃ નિવનિ મહાવો લઈ લેકિન વ્યયમ્ | ગીતા : ૧૪, ૫
આ જ કારણે, ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુનને, ગીતાના આરંભમાં (૨, ૪૫), આ ત્રણેય ગુણોથી રહિત થઈ જવાનો, આ પ્રમાણે આદેશ આપ્યો હતો :
निस्वैगुण्यो भव अर्जुन ॥ શ્લોકનો છંદ : અનુપુપ (૨૭૯) ૫૧૪ | વિવેકચૂડામણિ