________________
આમાં નિરાશ થવા જેવું નથી. એ જ અગરુ-ચંદનનાં લાકડાંને પાણીમાંથી બહાર કાઢીને, તેના પરનાં પેલાં બાહ્ય દુર્ગધનાં પડને સારી રીતે ઘસીને કાઢી નાખવામાં આવે, એટલે તરત જ અગ-ચંદનની મૂળભૂત (Original) મીઠી-મધુરી સુગ આપોઆપ અભિવ્યક્ત થઈ જાય છે અને સમગ્ર વાતાવરણને પોતાનાં અસ્તિત્વથી સુગન્ધ-સભર અને ભભકભર્યું બનાવી દે છે.
બસ, આવું જ છે, પરમાત્માની પ્રાપ્તિની ઇચ્છાને પરિપૂર્ણ કરવાનું સરેરાશ સારો માણસ તો, એનાં મૂળભૂત સૌજન્ય, સુવિચારો અને શુભ-ભાવનાઓને કારણે, પરમાત્માને-પામવાની સુ-વાસના સેવતો જ હોય છે; પરંતુ અંતે તો, તે એક મનુષ્ય છે અને માનવ-સહજ નિર્બળતાને કારણે, અનેક પ્રકારનાં સંસારી ભાવો, અનિચ્છનીય આસક્તિઓ અને મલિન દુર્વાસનાઓ એનાં અંત-કરણમાં જામી જાય છે અને આ સર્વ મેલની નીચે, એની પેલી પરમાત્મા-પ્રાપ્તિની સદ્ઇચ્છા દબાઈ-દટાઈ જાય છે અને એ નિરાશ થઈ જાય છે કે “હવે, પરમાત્માના સાક્ષાત્કાર-રૂપી મારા જીવનધ્યેયને હું કેમ કરીને પરિપૂર્ણ કરીશ ?” પરંતુ જેવો તે કોઈ સદ્ગુરુને શરણે જાય છે, તેવો જ તે સ્વસ્થ થઈ જાય છે અને ગુરુજીનાં મદદ-માર્ગદર્શન પ્રમાણે, ધીરે ધીરે છતાં અચૂક રીતે, ઉત્કૃષ્ટ આત્મજ્ઞાન તે મેળવે છે અને એના પ્રભાવથી, એની દુર્વાસનાઓ અને સંસાર-વાસનાઓ સંપૂર્ણરીતે ભૂંસાઈ જાય છે અને ઉપર્યુક્ત ચંદનની સુગંધની જેમ, એની પેલી ભૂતપૂર્વ પરમાત્મા-વાસના, સ્પષ્ટ-સ્વરૂપે પ્રગટ થઈ જાય છે.
આમાં મહિમા છે આટલા સદ્ભાવોનો : મનુષ્યનું મૂળભૂત, સૌજન્ય; પરમાત્મા-પ્રાપ્તિની સભાવનાનું સતત સેવન-ચિંતન-મનન; માનવસહજ નિર્બળતાનાં પરિણામે પેલી શુભભાવના કદિક ક્ષીણ થવા પામે તો સદ્ગુરુનાં શરણે જવાની તત્પરતા; અને એમના સદુપદેશ પ્રમાણે ઉત્કૃષ્ટ પ્રકારનું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઉત્સુક્તા તથા સજ્જતા. બસ, પછી તો આત્મજ્ઞાન પોતે જ, એનો પ્રભાવ તે મનુષ્યની ભીતર દિવ્ય ચમત્કાર સર્જશે અને પરમાત્મા-પ્રાપ્તિની એની ભૂતપૂર્વ શુભભાવનાને સંપન્ન કરવાની પ્રેરણા-પ્રોત્સાહન આપશે !
શ્લોકોનો છંદ : ઉપજાતિ (૨૭૪-૨૭૫)
૨૭૬ अनात्मवासनाजालैस्तिरोभूतात्मवासना । नित्यात्मनिष्ठया तेषां नाशे भाति स्वयं स्फुटा ॥ २७६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
અનાત્મવાસનાજાભૈતિરોભતાત્મવાસના | નિત્યાત્મનિષ્ઠયા તેષાં નાશે ભાતિ સ્વયં સ્કુટા / ૨૭૬ શ્લોકનો ગદ્ય અન્વય : મનાત્મ-વાસના-નાનૈઃ માત્મવાસના વિરોબૂતા
૫૦૮ | વિવેક્યૂડામણિ