________________
ટિપ્પણઃ શ્લોક-૨૬૮થી વાસનાની વિમુક્તિનો મુદો ગ્રંથકારે શરુ કર્યો છે, તેનું અહીં, આ શ્લોકથી, સમાપન થાય છે. - જ્ઞાની એવા મોક્ષાર્થી સાધકનું જીવન-ધ્યેય એટલે આત્માનુભૂતિ, આત્મસાક્ષાત્કાર, પ્રત્યક્ષાનુભૂતિ, અપરોક્ષાનુભૂતિ, જીવન્મુક્તિ. આમાંથી જે શબ્દો પ્રયોજવા હોય તે પ્રયોજી શકાય. હકીકતમાં, આ બધા પર્યાય-શબ્દો (synonyms) જ છે. આમ છતાં, આવી અનુભૂતિ એમ કાંઈ સરળ અને સુ-સાધ્ય નથી.
આવી સિદ્ધિની આડે સહુથી મોટું વિઘ્ન શા કારણે ? વિપ્ન-પ્રતિબંધ-આવરણ, જે કહો તે છે, બાહ્ય વસ્તુઓ વિશેની સાધકની વાસના. સાધક આ વાસનાઓમાંથી છૂટકારો મેળવે, એ માટે શું આવશ્યક-અનિવાર્ય છે? – બાહ્યપદાર્થો-વસ્તુઓમાંથી મનને પાછું ખેંચી લઈને (Withdraw કરીને), સાધકે તેને મનને) પોતાનાં અંતરાત્મામાં (પ્રત્ય-આત્મામાં) સારી રીતે, સ્થિર પ્રકારે, સ્થાયીરૂપે અવસ્થિત કરી દેવું જોઈએ. આમ, મનનું અસ્તિત્વ જ ન રહેવું જોઈએ, એનો નાશ જ થઈ જવો જોઈએ : ગૌડપાદાચાર્યના શબ્દોમાં “મનનું સંપૂર્ણરીતે અ-મનીકરણ થઈ જવું જોઈએ', એટલે કે “મન” “અ-મન' બની જવું જોઈએ. આટલું સિદ્ધ થાય એટલે, બાહ્યવસ્તુઓની વાસનાઓ પ્રત્યેની કશી જ આસક્તિ, “અ-મન' બની ચૂકેલાં પેલાં “મનને, રહેવા જ ન પામે ! - આ સિદ્ધિ-પ્રક્રિયા સાકાર થાય એમાં થોડો સમય અવશ્ય જાય, કારણ કે “મનોનાશ” એ અત્યંત અઘરી અને દુ:સાધ્ય બાબત છે; પરંતુ સાધક એ માટે સંનિષ્ઠાપૂર્વક કટિબદ્ધ થાય, એટલે અંતે “મનોનાશ'ની સાથે જ તેની વાસનાઓ સંપૂર્ણરીતે છૂટી જાય છે (વાસનાનાં નિ:શેષમોક્ષે સતિ ), અને આ વાસનાનાશની સાથે જ, સાધકની આત્માનુભૂતિના માર્ગમાં કશો જ પ્રતિબંધ રહેતો નથી. (માત્માનુભૂતિઃ પ્રતિવશ્વશૂન્યા ગાયતે )
સંક્ષેપમાં, જો આ સર્વ પ્રક્રિયાઓનો ક્રમ નક્કી કરવો હોય તો, તેને આ પ્રમાણે, એક પછી એક, ક્રમાનુસાર મૂકી શકાય : મનોનાશ, વાસના-વિમુક્તિ અને પ્રતિબંધ-રહિત આત્માનુભૂતિ.
શ્લોકનો છંદ ઉપજાતિ (૨૭૭)
૨૭૮ स्वात्मन्येव सदा स्थित्वा मनो नश्यति योगिनः ।
વાસનાનાં ક્ષયáાત: સ્વાધ્યાસાપનાં શું છે ર૭૮ શ્લોકનો ગુજરાતી પાઠ:
સ્વાત્મજ્જૈવ સદા સ્થિતા મનો નશ્યતિ યોગિનઃ | વાસનાનાં ક્ષયશ્રવાતઃ સ્વાધ્યાસાપનયં કુરુ / ૨૭૮ | શ્લોકનો ગદ્ય અન્વય : સ્વ-માનિ અવ સદા સ્થિત્વા યોગિન: મનઃ
વિવેકચૂડામણિ | ૫૧૧