________________
૨૬૯ अहं ममेति यो भावो देहाक्षादावनात्मनि ।।
अध्यासोऽयं निरस्तव्यो विदुषा स्वात्मनिष्ठया ॥ २६९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
અહં અમેતિ યો ભાવો દેહાક્ષાદવનાત્મનિ | અધ્યાસોયં નિરસ્તવ્યો વિદુષા સ્વાત્મનિષ્ઠયા | ૨૬૯ છે.
શ્લોકનો ગદ્ય અન્વય : રેહાલી મનાત્મન ‘ગદં મમ' રૂતિ : માવ, अयं अध्यासः विदुषा स्वात्मनिष्ठया निरस्तव्यः ॥ २६९ ॥
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : મર્થ સંધ્યા: વિનુષ નિરક્તવ્ય / નિરક્તવ્ય: એટલે એનાં નિરાસ-નિષેધ-નિવારણ કરવાં જોઈએ, તેને દૂર કરવો જોઈએ, ભૂંસી નાખવો જોઈએ. આ અધ્યાસનો વિદ્વાને, નિષેધ કરવો જોઈએ. ક્યોકેવો અધ્યાય ? વેદ-એક્ષ-બાવો અનાત્મને ‘“મમ' તિ : ભાવ: (દ્દશ: અધ્યાસ:) | અક્ષ એટલે ઇન્દ્રિય, દેહ–ઇન્દ્રિયો વગેરે અનાત્મ વસ્તુઓમાં “હું અને “મારું' એવી જે ભાવના થાય છે, - આવો અધ્યાસ. અધ્યા એટલે ભ્રમ, ભમણા, ભ્રાંતિ, મનમાં જે ખોટી છાપ પડે તે. - તેનું નિવારણ કેવી રીતે કરવું જોઈએ ? સ્વાત્મનિષ્ઠયા | આત્મનિષ્ઠા દ્વારા, પોતાના આત્મામાં સ્થિત કરીને. (૨૬૯)
અનુવાદ : દેહ, ઇન્દ્રિયો વગેરે અનાત્મ-વસ્તુઓમાં “હું” અને “મારું', - એવી જે ભાવના થાય છે, - એવા અધ્યાસનો, વિદ્વાને, આત્મનિષ્ઠા દ્વારા, નિષેધ કરવો જોઈએ. (૨૬૯)
- ટિપ્પણ: “અધ્યાસ' એ એક પ્રકારનું બંધન છે, તેથી મોક્ષાર્થી સાધકે તેનો નિરાસ’ કરવો જોઈએ, એ આ શ્લોકનો વિષય છે.
આ પહેલાં, ગ્રંથકારે, શ્લોક-૧૪૦માં અને શ્લોક-૧૮૧માં “અધ્યાસનો ઉલ્લેખ કર્યો છે અને ત્યાં તેમણે સ્પષ્ટ વિધાન કર્યું છે કે મનુષ્ય “અધ્યાસરૂપી દોષને લીધે સંસારમાં પડે છે, એટલું જ નહીં પરંતુ “અધ્યાસ'નું આ બંધન પણ મનની કલ્પનામાંથી જ આવે છે.” :
अध्यासदोषात् पुरुषस्य संसृतिः - અધ્યાયજન્ય: તુ અમુના (મસા) વ વાલ્પિતિઃ (શ્લોક ૨૮) પરંતુ આ “અધ્યાસ', ખરેખર, છે શું? એનું સ્વરૂપ કેવું છે ?
ઉપર્યુક્ત અવતરણમાં જ એક વાતની સ્પષ્ટ ચોખવટ કરવામાં આવી છે કે “અધ્યાસ' એક પ્રકારનું બંધન” છે. પરંતુ તો પછી એવો પ્રશ્ન પણ થાય કે આ
બંધન' શું છે? સદ્ભાગ્યે, આ ગ્રંથના શ્લોક-૫૧માં જ, શિષ્ય ગુરુજીને આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે “બંધન કોને કહેવાય? અને એ બંધન કેવી રીતે આવ્યું?
को नाम बन्धः कथं एषः आगतः ।
વિવેકચૂડામણિ | ૪૯૯