________________
(૪) નિનમ્ | ના એટલે અંગ-અવયવ-ભાગ, અવયવો વિનાનું, નિરવયવ, સકલ, સંપૂર્ણ, એવું બ્રહ્મ.
(૫) નિરુપમાનમ્ ! ઉપમાન-રહિત, અનુપમ, જેની સાથે સરખાવી શકાય, એવી કોઈ વસ્તુ વિનાનું, અદ્વિતીય, અજોડ (Unparalleled, unique), એવું બ્રહ્મ.
(૬) ઋદ્ધિમત્ ! અત્યંત સમૃદ્ધ, ઉચ્ચ ઐશ્વર્યથી સંપન્ન, સર્વોચ્ચ મહિમાવંતું એવું બ્રહ્મ (૨૫૮).
અનુવાદ : ભાન્તિ વડે કલ્પવામાં આવેલી આ જગતરૂપી કલાના આધારરૂપ; પોતાના-એકના જ આધાર પર નિર્ભર, સત્ અને અસત્ બનેથી ભિન્ન, અવયવવિનાનું, અનુપમ, અને પરમ-શ્વર્યસંપન્ન એવું જે બ્રહ્મ છે, તે (બ્રહ્મ) તું જ છે, - એવું તું અંતઃકરણમાં ભાવન કર. (૨૫૮).
ટિપ્પણ : આ જગતરૂપી કલા ભલે ભ્રમણારૂપી કલ્પનાનું પરિણામ હોય, છતાં પણ તેને કોઈ આધાર-અધિષ્ઠાન-આશ્રય (substratum) તો જોઈએ ને એવો આધાર આ બ્રહ્મ છે. પરંતુ તરત પ્રશ્ન થાય કે બ્રહ્મ ભલે જગતનો આધાર હોય, પણ એ બ્રહ્મનો આધાર શું? કોણ ? એ કોના આશ્રયે રહે છે, ટકે છે ? એક જ ઉત્તર કે એને અન્ય કોઈના આશ્રયની જરૂર જ નથી. સમસ્તના આશ્રયરૂપ જે હોય, તેને વળી અન્ય કોઈનો આશ્રય શા માટે ? એ તો “સ્વાશ્રય' છે, અને એટલે એ જ અર્થમાં તે “નિરાશ્રય”, અનાશ્રય” પણ છે ! “સ” હોય એનું ગ્રહણ કરી શકાય, અને “અસત' હોય એનો ત્યાગ કરી શકાય, પરંતુ આ બ્રહ્મ તો “સત’ અને “અસ” બંનેથી અળગું છે, ગ્રહણ-ત્યાગની વિભાવનાથી પર છે, અને એ તો સદા-સર્વદા “અખંડ છે, “સંપૂર્ણ' છે, પરિપૂર્ણ' (Undivided, whole, compact, Perfect) છે, પછી એને વળી અવયવો કેવાં ! જે અર્થમાં એ “નિષ્કલ' છે, એ જ અર્થમાં “સકલ' છે. કેવો વિરોધાભાસ ! એને કોની ઉપમા આપવી ? જેની સાથે એની ઉપમા આપી શકાય એવું કોઈક “ઉપમાન' તો હોવું જોઈએને ! પરંતુ, એવું કશું છે જ નહીં, એટલે એ તો છે સદા-સર્વદા એક, અદ્વિતીય, અજોડ, અનુપમ, નિરુપમ ! અને એની સમૃદ્ધિ તો, અપાર, અપરંપાર, અનંત ! આવી એની ઋદ્ધિ, એ જ એનું ઐશ્વર્ય, એ જ એનો મહિમા ! આવાં બ્રહ્મનાં “ભાવન'નો શ્રી ગુરુ શિષ્યને અનુરોધ કરે છે.
શ્લોકનો છંદ : રથોદ્ધતા (૨૫૮)
जन्मवृद्धिपरिणत्यपक्षय- વ્યાધિનાશવિહીનમવ્યયમ્ | विश्वसृष्ट्यवनघातकारणं ત્રિા “તત્વમસિ' કાવયાત્મિન ! ર૧ /
૪૮૨ | વિવેચૂડામણિ