________________
સંપર્ક નથી. કોની સાથે ? ષડ્મિ: નિમઃ । મિમિ છ ઊર્મિઓ સાથે. દર્શનશાસ્ત્ર પ્રમાણે છ ઊર્મિઓ આ પ્રમાણે છે : ભૂખ, તૃષા, શોક, મોહ, જરા અને મૃત્યુ. આ રીતે ‘ઊર્મિ’ શબ્દ અહીં પારિભાષિક છે. મનુષ્યનાં જીવન સાથે સંકળાયેલી આ ‘ઊર્મિઓ' સાથે બ્રહ્મને કશો સંબંધ નથી, એટલે કે બ્રહ્મ પર છે આવા ‘વિકારો’થી.
(૨) યોનિ---માવિતમ્ । પરંતુ આ બ્રહ્મતત્ત્વ એવું છે, જેનું યોગીઓ પોતાનાં હૃદયમાં (૬) સતત ભાવન કર્યા કરતા હોય છે. યોગીઓનાં ધ્યાન(Meditation)નું કેન્દ્ર જ આ બ્રહ્મ હોય છે.
(૩) Î; 7 વિમાવિતમ્ । જરનૈઃ એટલે ઇન્દ્રિયો, જેના વડે આ બ્રહ્મ કદી ય પકડાતું નથી (ન વિમાવિતમ્). કહેવાતી (so-called) આપણી જ્ઞાનેન્દ્રિયો પણ બ્રહ્મનું ગ્રહણ કરવામાં, એને જાણવામાં, એનું વિભાવન કરવામાં સંપૂર્ણરીતે અસમર્થ છે.
(૪) બુદ્ધિ-મવેદ્યમ્ । વેદ્ય એટલે ન જાણી શકાય એવું. વિક્ એટલે જાણવું, એ ધાતુનું વિધ્યર્થ કર્મણિ કુદન્તનું રૂપ. જેમ જ્ઞાનેન્દ્રિયો, તેમ બુદ્ધિ પણ બ્રહ્મને જાણવાની બાબતમાં અશક્ય છે.
(૫) અનવદ્ય-મૂતિ । મૂત્તિ એટલે સમૃદ્ધિ, ઐશ્વર્ય, મહિમા, અનવદ્ય એટલે દોષ કે ખામી વિનાનું. જેનું ઐશ્વર્ય નિર્દોષ છે, એટલે કે પરિપૂર્ણ (Perfect) છે. (૨૫૭)
અનુવાદ : (ભૂખ-તરસ વગેરે) છ વિકારોથી રહિત, યોગીઓ પોતાનાં હૃદયમાં જેનું સતત ભાવન કરે છે એવું, ઇન્દ્રિયોથી જેનું ગ્રહણ થઈ શકતું નથી એવું, બુદ્ધિથી જેને જાણવું અશક્ય છે એવું, અને પરિપૂર્ણ ઐશ્વર્યવાળું જે બ્રહ્મ છે, ‘તે (બ્રહ્મ) તું છે,' એમ તારાં મનમાં મનન કર. (૨૫૭)
:
ટિપ્પણ : આમ તો, બ્રહ્મનાં પાંચેય વિશેષણોની જરૂરી સમજૂતી શબ્દાર્થવિભાગમાં અપાઈ જ ગઈ છે, છતાં થોડો સમુચિત વિસ્તાર કરીએ ઃ મનુષ્યને સ્થૂળ શરીર છે અને એમાં એનાં પ્રાણ અને મન છે. આ બધાંને પોતાનાં પોષણરક્ષણ માટે, પોતપોતાની જૂદી જૂદી જરૂરિયાતો હોય છે, જેના માટે અહીં ‘ઊર્મિઓ’ (વિકારો) એવો પારિભાષિક શબ્દ પ્રયોજાયો છે. સ્થૂળ શરીર ઇચ્છે કે ન ઇચ્છે, ઘડપણ અને મરણ, એની સાથે અનિવાર્યરૂપે સંકળાયેલાં છે. ભૂખ અને તરસ, એ બે ‘ઊર્મિઓ’ પ્રાણની છે, જ્યારે શોક અને મોહ, - એ બે મનના વિકારો છે, પરંતુ આ છમાંથી એકેય સાથે બ્રહ્મને કશો જ સંબંધ નથી (અયોનિ).
પણ યોગીઓનાં હૃદયનું ભાવન તો બ્રહ્મ સાથે સતત ચાલતું જ હોય છે. અને બિચારી બુદ્ધિ અને ઇન્દ્રિયો ! બ્રહ્મ પાસે તેઓ તો સંપૂર્ણરીતે અસહાય અને લાચાર (Helpless) ! એમનું તો બ્રહ્મ પાસે કશું જ ચલણ કે ઉપજણ જ નહીં ! પરંતુ બ્રહ્મનું પોતાનું ઐશ્વર્ય તો એવું પરિપૂર્ણ કે એમાં કોઈ પણ દોષ કે ઉણપને અવકાશ જ નહીં !
૪૮૦ | વિવેચૂડામણિ