________________
ટિપ્પણ : જે ‘એક’ અને ‘અદ્વિતીય' છે, એવાં બ્રહ્મ વિશે કોઈ પણ પ્રકારના ભેદની કલ્પના જ અશક્ય છે. વેદાન્ત-દર્શનના પાયામાં રહેલું તત્ત્વ જ ‘અદ્વૈત’ છે અને આચાર્યશ્રીનો આ વિશેનો સિદ્ધાંત જ ‘કેવલાદ્વૈત’ નામે પ્રસિદ્ધ છે. વળી ‘દ્વૈત' એટલે જ બે હોવાપણું(Dualism). ભેદ, ભિન્નતા, પૃથ, જૂદાં હોવાપણું. બ્રહ્મ તો આવી બધી પરિસ્થિતિઓથી પર છે, સંપૂર્ણતઃ ભેદરહિત, અભેદ છે.
થોડો અપ્રસ્તુત છતાં આ અનુસંધાનમાં પ્રસ્તુત એવો એક પ્રસંગ યાદ આવી જાય છે. એ સરસ સંદર્ભને ટાંકવાનાં પ્રલોભનને ટાળી શકાતું નથી : બૃહદારણ્યક ઉપનિષદ(અધ્યાય-૩)માં વિદેહ-દેશના પ્રસિદ્ધ રાજા જનક વિશેનો એ પ્રસંગ આ પ્રમાણે મળે છે. આ જનક-રાજાના બહુ-દક્ષિણાવાળા યજ્ઞ-પ્રસંગે, કુરુ-પાંચાલદેશોના અનેક બ્રાહ્મણો એકત્રિત થયા હતા. જનકને એ જાણવાની ઇચ્છા હતી કે આ બધા બ્રાહ્મણોમાં અતિશય ‘બ્રહ્મજ્ઞ', એટલે કે બ્રહ્મશોમાં શ્રેષ્ઠ એવો બ્રાહ્મણ (પ્રદ્ઘિઇ) કોણ છે ? યાજ્ઞવલ્ક્ય બ્રહ્મિષ્ઠ હોવાનો દાવો(Claim) કર્યો, પરંતુ બાકીના બધા બ્રાહ્મણોએ યાજ્ઞવલ્ક્યના આ અધિકારનો વિરોધ કર્યો અને પછી તો અનેક બ્રાહ્મણોએ યાજ્ઞવલ્ક્ય સાથે બ્રહ્મનાં સ્વરૂપ વિશે સુદીર્ઘ શાસ્ત્રાર્થ કર્યો, જે દરમિયાન, ‘બ્રહ્મ અદ્વિતીય છે,' એવું નિરૂપણ કરતાં, યાજ્ઞવલ્ક્ય એક સૂચક વિધાન આ પ્રમાણે કર્યું હતું. દ્વિતીયાત્ હૈ મયં મતિ । એટલે કે ‘ભય ત્યારે જ ઉત્પન્ન થાય છે, જ્યારે દ્વૈત હોય ! અને દ્વૈત એટલે જ ‘ભેદ' !
યાજ્ઞવલ્ક્ય આ મૂળ વિધાન તો બ્રહ્મસ્વરૂપ વિશેનાં દાર્શનિક અનુસંધાનમાં કર્યું છે, પરંતુ આપણાં ભૌતિક જગતનાં વ્યાવહારિક જીવનમાં પણ આ વિધાનની વ્યંજના એટલી જ પ્રસ્તુત છે !
કોઈ માણસને એક જ પુત્ર હોય તો, એના અવસાન પછી, મિલકતની હેંચણીમાં કશી જ તકલીફ પડતી નથી, પરંતુ જો બે પુત્રો હોય, તો પિતાના વારસાની ખેંચણીમાં, તે બંનેને એકબીજાનો ભય રહે છે અને હેંચણીના આવા મામલામાં ભયંકર ઝગડા થાય છે, ઝગડો કોર્ટ સુધી પહોંચે છે, અને ક્યારેક તો આવો ઝગડો ખૂનમાં પરિણમે છે !
કારણ ? દ્વિતીયાત્ હૈ મયં મતિ ।
બધો ‘ભય' બીજી (દ્વિતીય) વ્યક્તિ તરફથી જ હોય છે.
અહીં ‘બ્રહ્મ'ને માટે ‘ભેદ-રહિત’ (અસ્તમેમ્), ‘અભેદ’ એવું વિશેષણ પ્રયોજાયું છે. યાજ્ઞવલ્ક્યનાં ઉપર્યુક્ત વિધાનમાંથી, બ્રહ્મનાં સ્વરૂપ વિશે જે એક વિશેષતા આપોઆપ ઉપસી આવે છે, તે એ છે કે બ્રહ્મ અદ્વિતીય-અદ્વૈત-અભેદ હોવાથી ‘અભય’, ‘નિર્ભય' છે !
‘લક્ષણ' કોને હોય ? પોતાના કોઈક સ્વકીય ગુણધર્મોને કારણે, જે બીજાંબધાંથી અળગું હોય, તેનું જ લક્ષણ હોઈ શકે, પરંતુ બ્રહ્મ તો ‘સર્વમય' છે. આવાં બ્રહ્મને, બીજાં કશાથી જૂદું પાડતું કોઈ ભેદક લક્ષણ ન હોઈ શકે, અને તેથી જ ‘અનપાસ્ત-લક્ષણ’ છે.
બ્રહ્મ
વિવેકચૂડામણિ / ૪૮૫