________________
કરવાનો નથી. હકીકતમાં, જ્ઞાન જ સાચો પ્રકાશ છે, એટલે પરમાત્મા જ્ઞાનસ્વરૂપ છે, એટલું જ નહીં પણ તે સ્વયંજ્ઞાન-સ્વરૂપ છે. પરમાત્માનાં અત્યંત નજીક રહેનાર આ વિજ્ઞાનમય કોશને પણ સ્વયંજ્ઞાનનો લાભ મળવો જ જોઈએ. ગ્રંથકાર, આથી જ, કહે છે કે, તે પોતે ‘ફૂટસ્થ આત્મા’ હોવા છતાં પણ (ટÆ: આત્મા સન્ પ) આવું શક્ય નથી બનતું, તેનું એક જ કારણ છે, અને તે એ કે, તે ઉપાધિમાં રહેલો છે (ઉપાધિસ્થ:).
આ રીતે, વાચ્યાર્થને છોડીને, લક્ષ્યાર્થ પામીએ, ત્યારે એમ લાગે છે કે આ વિજ્ઞાનમય કોશનાં બે પાસાં છે : એક, પરમાત્માનાં ધનિષ્ઠ-સાન્નિધ્યનાં કારણે, એનું પાસું વિશુદ્ધ-ચૈતન્યરૂપ છે અને બીજું, તે જીવાત્મા-સ્વરૂપ હોવાથી તે પોતે જ બુદ્ધિ છે, જે, તેના માટે ઉપાધિ-રૂપ બનીને, તેનામાં કર્તૃત્વ-ભોક્તત્વના ભાવો જગાડે છે. આ અહંભાવ-મમભાવ તેનામાં અનેક વિકારો ઉત્પન્ન કરે છે. આનું સ્વાભાવિક પરિણામ એ આવે છે કે ઉપાધિ સાથેનાં તેનાં તાદાત્મ્યથી, મૂળભૂતરૂપે, તે નિર્વિકારી હોવા છતાં વિકારી, અ-કર્તા હોવા છતાં કર્તા અને અ-ભોક્તા હોવા છતાં ભોક્તા, એવા આભાસનો તે ભોગ બને છે.
આમ, ‘ફૂટસ્થ'ની ઊંચાઈની જેની પાત્રતા છે એવો આ વિજ્ઞાનમય કોશ પણ, ઉપાધિમાં રહેવાનાં કારણે સામાન્યતામાં સરી પડે છે. આવી છે, તેની કરુણતા અને કમનસીબી !
શ્લોકનો છંદ : ગીતિ (૧૯૧) ૧૯૨
स्वयं परिच्छेदमुपेत्य बुद्धे
- स्तादात्म्यदोषेण परं मृषात्मनः । सर्वात्मकः सन्नपि वीक्षते स्वयं
स्वतः पृथक्त्वेन मृदो घटानिव ॥ ९९२ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
સ્વયં પરિચ્છેદમુપેત્ય બુદ્ધે
-સ્તાદાત્મ્યદોષણ પર મૃષાત્મનઃ ।
સર્વાત્મક: સન્નપિ વીક્ષતે સ્વયં
સ્વતઃ પૃથÒન મૃદો ઘટાનિવ ॥ ૧૯૨ ॥
શ્લોકનો ગદ્ય અન્વય : સ્વયં પરં મૃષાત્મનઃ બુદ્ધેઃ તાવાત્મ્યોષે પરિચ્છે; उपेत्य, स्वयं सर्वात्मकः सन् अपि, मृदः घटान् इव, स्वतः पृथक्त्वेन वीक्षते
|| ૧૨ ||
૩૬૪ / વિવેકચૂડામણિ