________________
શ્લોકનો ગુજરાતી પાઠ:
સમ્યક પૃષ્ટ ત્વયા વિન્! સાવધાનેન તણુ! ' પ્રામાણિકી ન ભવતિ ભ્રાજ્યા મોહિતકલ્પના / ૧૯૬ |
શ્લોકનો ગદ્ય અન્વયઃ () વિન્ ! ત્વયા સખ્ય પૃષ્ઠ તત્ સાવધાન शृणु, भ्रान्त्या मोहितकल्पना प्रामाणिकी न भरते ॥ १९६ ॥
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (વિન્ ! વી સી પૃષ્ટ (મસ્તિ) | સવ એટલે સારું, બરાબર, ઠીક, યોગ્ય, પૃષ્ઠ તારા વડે પૂછાયું, પૃ એટલે પૂછવું, એ ધાતુનું કર્મણિ ભૂતકૃદન્તનું રૂ૫. હે વિદ્વાન ! તેં ઠીક પૂછ્યું, તે બહુ જ સારો પ્રશ્ન પૂછ્યો, તે સારો સવાલ રજુ કર્યો. તત્ (7) સાવધાન ગુખું તત એટલે તે, એટલે કે તે સવાલનું સમાધાન, તેની સમજૂતી, સાવધાન, – સાવધાન થઈને, ધ્યાનપૂર્વક, ગૃપુ - સાંભળ. હવે, તેનું સમાધાન તું ધ્યાનપૂર્વક સાંભળ, છાત્યા - ભાત્તિથી, ભ્રમને લીધે. મોહિતજ્યના પ્રામાણિકી ભવતિ | મોહિતત્પના એટલે મુંઝાયેલા મનુષ્ય ભ્રમને લીધે જે કલ્પના કરી હોય તે, તેવી કલ્પના, પ્રામાણિી એટલે સાચી, પ્રામાણિક, પ્રમાણભૂત. મોહમાં ડૂબેલા માણસે ભાન્તિથી જે કલ્પના કરી હોય, તે પ્રમાણભૂત હોતી નથી. (૧૯૬)
અનુવાદ ઃ (હ) વિદ્વાન ! તેં બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે. હવે) સાવધાન થઈને તેનું સમાધાન તું સાંભળ : ભ્રમને લીધે, જે કલ્પના મોહપૂર્વક કરવામાં આવી હોય તે, પ્રમાણભૂત હોતી નથી. (૧૯૬).
ટિપ્પણ : છેલ્લા બે શ્લોકોમાં, પરમાત્મા-જીવાત્મા, ઉપાધિ, અનાદિ, જીવાત્માની નિત્યતા, સંસાર અને તેનું નિવારણ, મોક્ષની પ્રાપ્તિ-અપ્રાપ્તિ, તેનો સંભવ-અસંભવ, – વગેરે વિશે શિષ્ય પોતાની જે આશંકાઓ અને પોતાના મનને પીડી રહેલા પ્રશ્નો, – વગેરે અંગે જે જિજ્ઞાસા અભિવ્યક્ત કરી, તેથી ગુરુજી પ્રસન્ન થઈ ગયા.
પોતાનાં અધ્યાપન અને પ્રવચનને ધ્યાનપૂર્વક, એકાગ્રભાવે સાંભળે, સમજે, એનાં પર ચિંતન-મનન કરે અને ત્યારપછી તેને ન સમજાય એવા મુદાઓ, એવી આશંકાઓ, એવા સવાલો, જે શિષ્ય ગુરુજી સમક્ષ રજુ કરે, તેના પર ગુરુજી અવશ્ય પ્રસન્ન થાય. આવો સુપાત્ર શિષ્ય પોતાને સાંપડ્યો, એથી ગુરજી પોતાને કતાર્થ માને, અને શિષ્યની જિજ્ઞાસાનું વાત્સલ્યપૂર્વક સમાધાન કરે જ.
અહીં, આ શ્લોકમાં, શ્રીસદ્ગુરુને, શિષ્યની રજુઆત સાંભળીને ખૂબ આનંદ થયો. તેમણે તે મુક્ત રીતે અભિવ્યક્ત કર્યો અને હવે શિષ્યના સવાલોનું તેઓશ્રી સમાધાન કરે છે.
વાજશ્રવા-મુનિનો સુપુત્ર નચિકેતા, પિતાની આજ્ઞા પ્રમાણે, યમદેવને ત્યાં ગયો ત્યારે, કિશોરાવસ્થામાં રહેલા નચિકેતાની, ઉચ્ચ પ્રકારની આધ્યાત્મિક-દાર્શનિક
વિવેકચૂડામણિ | ૩૭૧