________________
નિત્ય ને ધ્યતે | નિત્ય હોઈ શકે નહીં. આવું શા કારણે ? આ કારણો, આ પ્રમાણે, પાંચ : (૧) વારિત્વીત્ - વિકારી, એટલે કે પરિવર્તનશીલ, પળે પળે બદલાતો હોવાથી. જે નિત્ય હોય, એનો અર્થ જ એ કે તે એક જ સ્વરૂપમાં હંમેશ રહે છે. અને આ કોશ તો વારંવાર બદલાતો જ હોય છે, તે કારણે તે નિત્ય હોઈ શકે નહીં, (૨) ગડવા – જડ હોવાથી. જડ હોય તે નિત્ય હોઈ શકે જ નહીં, (૩) રિચ્છન્નત્વતતઃ “પરિચ્છિન્ન' એટલે સીમાવાળો, સીમિત, મર્યાદિત. આવું કારણ હોવાથી (તક). (૪) ત્વતિ - આત્માનો. તે. દશ્ય વિષય બનતો હોવાથી અને (પ) ખવારિત્વા - “વ્યભિચારી' એટલે કે અનેકગામી, અનેક તત્ત્વોના સંપર્કમાં રહેતો હોવાથી. આ પાંચ કારણે આ વિજ્ઞાનમય કોશ નિત્ય હોઈ શકે નહીં. ( જોશ:) નિત્ય: (વ તિ) . આ કોશ અનિત્ય જ છે. ગત આથી, આ કારણે, એટલે કે તે અનિત્ય જ છે, - એ કારણે. આ કારણે શું કહેવાનું પ્રાપ્ત થાય છે ? - એ જ કે અયં (શઃ) પરત્મા ન થાત ! આ વિજ્ઞાનમય કોશ પરમાત્મા નથી. (૨૦૮).
અનુવાદઃ “વિજ્ઞાનમય' એ શબ્દથી ઓળખાતો આ (કોશ), ક્ષણે ક્ષણે બદલાતો હોવાથી, જડ હોવાથી, તે મર્યાદિત છે. એ કારણે, (આત્માનો) દશ્ય વિષય બનતો હોવાથી, અને વ્યભિચારી હોવાથી, તે નિત્ય હોઈ શકે નહીં, અનિત્ય જ છે, અને
આથી તે પરમાત્મા નથી. (૨૦૮) - ટિપ્પણ: ગ્રંથકારે પાંચ કોશોનાં નિરૂપણનો આરંભ છેક શ્લોક-૧૫૬થી કર્યો અને વચ્ચે, અન્નમય-પ્રાણમય-મનોમય એ ત્રણ કોશો વિશેની વિચારણા પૂરી કરીને, આ ચોથા કોશ-વિજ્ઞાનમય-નું નિરૂપણ શ્લોક-૧૮૬થી શરૂ કર્યું હતું, તેનું સમાપન આ શ્લોકમાં થાય છે.
છેલ્લા ૨૨ શ્લોકોમાં ચાલી રહેલાં નિરૂપણના સંદર્ભમાં, આ કોશ સાથે સંકળાયેલા અનેક પ્રસ્તુત મુદાઓને, ગ્રંથકારે, રજુ કર્યા. એટલે, આ વિજ્ઞાનમયકોશના પ્રસ્તુત વિષયનો સંદર્ભ કોઈક વાચક વીસરી જાય, એવું ન બનવા પામે, એ હેતુથી, આટલી સ્પષ્ટતા કરવાનું જરૂરી બન્યું. - વિજ્ઞાનમય કોશનાં સ્વરૂપ વિશે કોઈ પણ સાધક જરા પણ ભ્રમમાં ન રહે એટલા માટે, આચાર્યશ્રીએ એના વિશેની એક અત્યંત મહત્ત્વની વાત ભારપૂર્વક (Emphatically) જણાવી દીધી કે આ કોશ, તે પરમાત્મા નથી (અયં ન પત્મિા.
ચાતું ). “કેમ? એવું કોઈ પૂછે તો તેનો ઉત્તર આ પ્રમાણે રોકડો છે : તે તો ‘અનિત્ય છે (નિત્યઃ પ્તિ). વળી, બીજો સવાલ પૂછાય કે “આ કોશ નિત્ય કેમ ન હોઈ શકે ?(થે નિત્ય: ર યા ?)' તો, તેઓશ્રી, સંપૂર્ણ રીતે પ્રતીતિજનક એવાં જડબેસલાક પાંચ કારણો આપે છે અને આ પાંચેય કારણો, ખરેખર, ખૂબ સમજવા જેવાં છે : (૧). પહેલું કારણ એ કે આ કોશ વિકારી છે, વિચિત્વા. એનામાં સતત ફેરફારો થતા રહે છે. સ્થૂળબુદ્ધિ સૂક્ષ્મબુદ્ધિ, વિવેકબુદ્ધિ-વિવેકવિહીન બુદ્ધિ, આત્મબુદ્ધિ-અનાત્મબુદ્ધિ, મંદબુદ્ધિપરિપક્વબુદ્ધિ વગેરે જેવા અનેક વિકારો
વિવેકચૂડામણિ | ૩૮૯