________________
છે. તે બધું જ જુએ છે, તેથી તે “સાક્ષી છે અને બાકીનું બધું જ, - જેને તે જુએ છે તે, તેનું “સાક્ષ્ય' છે. શ્રીગુરુજીએ આ સાક્ષીપણાંનો મુદ્દો એટલા માટે ઊઠાવ્યો કે તેમણે શિષ્યને પોતાની સુ સૂક્ષ્મ બુદ્ધિ વડે, આત્માને જોવા-જાણવાનો આદેશ આપ્યો હતો (શ્લોકો : ૨૧૫-૨૧૬). મુમુક્ષુ સાધક પૂછે કે - “પણ અમારે આ આત્માને કઈ પ્રતીતિને આધારે જાણવો?” સાધકની આ મુશ્કેલીનું નિવારણ કરવા માટે જ શ્રીગુરુજી કહે છે કે “આ પરમતત્ત્વ આત્મા પોતે જ સાક્ષાત્ અંતરાત્મા, દરેક વ્યક્તિનો પ્રત્યગાત્મા છે, એ સ્વયંપ્રકાશ છે, સ્વયં-જ્યોતિ છે, “સ્વ-સાક્ષિક છે. પોતે જ પોતાનો સાક્ષી હોવાથી, પોતે જ પોતાની “સત્તાનો સાક્ષી હોવાથી, અન્ય કોઈ સાક્ષી વિના, પોતાની મેળે જ, તે અનુભવાય છે. આ કારણે, આત્માને જ્ઞાન-દર્શન-અનુભવની વસ્તુરૂપે, એનાં કર્મ (object) તરીકે, જાણવો શક્ય નથી. તે પોતે જ, સ્વયં, અનુભવસ્વરૂપ છે, એટલે સાધકે એવો દુરાગ્રહ ન સેવવો જોઈએ કે “આત્માની અનુભૂતિ કોઈ વિશેષ સ્વરૂપે થાય તો જ, તેનાં અસ્તિત્વને . સ્વીકારવું.' એની “સત્તા’ સ્વયં છે, પોતાની “સત્તાન્નો તે પોતે જ સાક્ષી છે, પ્રકાશક છે. આનો ફલિતાર્થ એ થયો કે અંતઃકરણમાં “હું(મહ૫)-રૂપે થતી પ્રતીતિને આધારે જ, સ્વાનુભવ-સ્વરૂપે, પોતાના આત્માને જ, સાક્ષાત્ પરમતત્ત્વ-પરમાત્મા તરીકે જાણવાનો રહે.
ટૂંકમાં, શ્રી ગુરુજીએ, શિષ્યને પોતાની અતિસૂક્ષ્મ બુદ્ધિ વડે આત્માને જોવાજાણવાની આજ્ઞા કરી હતી (શ્લોકો ૨૧૫-૨૧૬), તેમાં આત્માનો આ “સ્વસાક્ષિભાવ” અથવા “સ્વયંસાક્ષિભાવ' અત્યંત સહાયરૂપ બની શકે છે, અને તેથી જ, તેમણે, છેલ્લા બે શ્લોકોમાં, “સાત્વિના મુદ્દા પર ભાર મૂક્યો છે.
શ્લોકનો છંદ : અનુષુપ (૨૧૮)
૨૧૯ जाग्रत्स्वप्नसुषुप्तिषु स्फुटतरं योऽसौ समुज्जृम्भते
प्रत्यग्रूपतया सदाहमहमित्यन्तः स्फुरनैकथा । नानाकारविकारभागिन इमान् पश्यन्नहंधीमुखान्
नित्यानन्दचिदात्मना स्फुरति तं विद्धि स्वमेतं हृदि ॥ २१९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ જાગ્રસ્વસુષુતિષ ફુટતરે યોડસૌ સમુન્જબ્બતે
પ્રત્યગૃપયા સદાહમિમિત્યન્તઃ સ્ફરસૈકધા. નાનાકારવિકારભાગિન ઈમાનું પશ્યન્નોંધીમુખાનું
નિત્યાનન્દચિદાત્મના સ્લરતિ વિદ્ધિ સ્વમેતે હદિ II ૨૧૯ // શ્લોકનો ગદ્ય અન્વય : નાગ્રસ્વસુપુતિષ : મની પ્રત્ય-રૂપતા માઁ
૪૦૬ | વિવેકચૂડામણિ