________________
૨૧૭ तत्साक्षिकं भवेत्तत्तद्यद्यद्येनानुभूयते । .
कस्याप्यननुभूतार्थे साक्षित्वं नोपयुज्यते ॥ २१७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
તત્સાક્ષિકે ભવેત્તાધધધેનાનુભૂયતે | કસ્યાણનનુભૂતાર્થે સાક્ષિતં નોપયુજ્યતે | ૨૧૭ |
શ્લોકનો ગદ્ય અન્વય: યેન થ ય (વસ્તુ) મનુભૂતિ, ત૬ ત૬ (વસ્ત) तत्साक्षिकं भवेत् । अननुभूतार्थे कस्य अपि साक्षित्वं न उपयुज्यते ॥ २१७ ॥
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તત્ તત્ (વસ્તુ) તરણાક્ષિ મવેત | તાલિ. એટલે તેનાં સાત્વિવાળી, તે વસ્તુનો તે સાક્ષી બને છે. અહીં તેનું એટલે તે સ: આત્મા, : માત્મા સાક્ષી થી તત્ ત તત્સાહમ્ તે, આત્મા, જેનો સાક્ષી હોય, એવી પરિસ્થિતિ એટલે “તત્સાક્ષિક'. તે તે વસ્તુ તેનાં સાત્વિવાળી થાય છે, એટલે કે તે તે વસ્તુનો તે (આત્મા) સાક્ષી બને છે. કઈ કઈ વસ્તુનો તે સાક્ષી બને છે? વ૬ ય વસ્તુ ન અનુભૂયતે | જે જે વસ્તુનો) જેનાથી (એટલે કે સાક્ષીરૂપ તે આત્માથી) અનુભવ થાય છે. મનનુમૂતાર્થે (વસ્તુનિ) એ પિ
શિવં ન ૩પયુષ્યતે | જેનો અનુભવ જ ન થયો હોય, તે વસ્તુ પ્રત્યે કોઈનું પણ સાક્ષિત્વ સંભવતું નથી. (૨૧૭).
અનુવાદ : જેનાથી જે જે(વસ્તુ)નો અનુભવ થાય, તે તે(વસ્ત)નો તે સાક્ષી બને છે. જેનો અનુભવ જ ન થયો હોય, તે વસ્તુ પ્રત્યે કોઈ સાક્ષી બનતું નથી. (૨૧૭)
ટિપ્પણ: ગ્રંથકારને, અહીં, આ શ્લોકમાં, એ પ્રતિપાદન કરવાનું અભિપ્રેત છે કે આત્મા સર્વનો સાક્ષી છે. “સાક્ષી એટલે જોનાર, અનુભવનાર, જાણનાર. આત્મા જો “સાક્ષી છે, તો આત્મા જેનો સાક્ષી હોય, તેને “સાક્ષ્ય' કહેવાય. ત્રણેય શરીરો, પાંચેય કોશો, ત્રણેય અવસ્થાઓ, અને સર્વ વિકારોને આત્મા જુએ છે, જાણે છે, અનુભવે છે, તેથી આત્મા “સાક્ષી છે, અને પેલાં શરીરો-કોશો-અવસ્થાઓવિકારો વગેરે બધાં જ આત્માનાં “સાક્ષ્ય' બને છે, એટલે કે તે બધાં તેનાં, એટલે કે તે આત્માનાં, સાક્ષિત્વવાળાં (“તત્સાક્ષિક) બને છે.
પરંતુ આત્માનો “સાક્ષી' કોણ ? કોઈ જ નહીં, કારણ કે તેને કોઈ જોઈજાણી-અનુભવી શકતું નથી, એટલે કે તે “અનનુભૂત-અર્થ' છે. જેનો કોઈ વડે અનુભવ જ ન થયો હોય,” એવો છે, અને તેથી જ તેનું સાત્વિ સંભવતું નથી. આત્માને જાણનારો-જોનારો-અનુભવનારો કોઈ જ નથી. આત્મા શેય, દશ્ય કે અનુભવગમ્ય નથી :
371691 is the Seer par excellence ! શિષ્યની શંકાનું સમાધાન કરતાં, ગયા શ્લોકમાં, શ્રીગુરુજીએ આથી જ આવા
૪૦૪ | વિવેકચૂડામણિ