________________
આપ્યું છે તે, કંઈક આ પ્રકારનું છે : જાગ્રત-સ્વમ-સુષુપ્તિ, એ ત્રણેય અવસ્થાઓમાં આ આત્મા અત્યંત સ્પષ્ટ રીતે પ્રકાશે છે. એનો અર્થ જ એ કે તે આ ત્રણેય અવસ્થાઓનો જ્ઞાતા છે. વળી, આમ પ્રકાશતી વખતે, તે પ્રત્યગાત્મા તરીકે, અંતરાત્મા તરીકે, ત્યાં હોય છે, જે, વ્યક્તિમાં, પરમાત્મા સાથેનાં તાદાભ્યની પ્રતીતિ કરાવીને, તેનામાં “એ જ પરમાત્મા હું છું', એવી સંવેદના જગાડે છે, અને તેથી જ તે અંતઃકરણમાં એક જ રૂપે હુરી રહે છે.
પાંચેય કોશોનો નિષેધ થવાથી, શિષ્ય કહે છે કે “મને અહી કશું જ દેખાતું નથી' (ગદં વિત્ પ ર પરામિ) (શ્લોક-૨૧૪), ત્યારે તેની મુંઝવણ દૂર કરતાં શ્રીગુરુજી તેનું લક્ષ ખેંચે છે કે “ત્રણેય અવસ્થાઓમાં જે પ્રત્ય-રૂપે અતિસ્પષ્ટ પ્રકાશે છે અને હૃદયમાં જે સાક્ષીરૂપે સ્લરી રહ્યો છે, તે પરમ-આત્માને જ તું તારો આત્મા સમજી લે (વ: મસૌ પ્રદૂતિયા કરતાં સમુઝુમ્મતે અન્તઃ મુર... Tયે... ર અત્તિ, તે તું ર્વ વિદ્ધિ | (શ્લોક - ૨૨૨) ભક્ત નરસૈયાંની અનુભૂતિ પણ આવી જ કૈક છે :
જાગીને જોઉં તો જગત દીસે નહીં,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,
- બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે !. પ્રત્યંગાત્મા અને જેની પાસે તે લટકાં કરે છે તે બ્રહ્મ એટલે પરમાત્મા ! આમાં ‘ઊંઘ” એ સુષુપ્તિ—અવસ્થા, “જાગીને એટલે જાગ્રત-અવસ્થા, “જગત દીસે નહીં એટલે મદં વિચિત પશ્યામિ ! ચૈતન્ય એટલે પરમ આત્મા અને ચિત્ત એટલે પ્રત્યગાઆત્મા, અંતરાત્મા!
બ્રહ્મ તો બંનેય છે, પણ લટકાં કરનાર બ્રહ્મ એટલે પ્રત્યગાત્મા અને જેની પાસે તે “લટકાં કરે છે તે બ્રહ્મ, એટલે પરમાત્મા ! .
આ ઉપરાંત, અનેક પ્રકારના આકારો અને વિકારો પામતાં, વિવિધ સ્વરૂપે પરિણમતાં, અહંકાર, બુદ્ધિ વગેરેને, સાક્ષીરૂપે જોત-જોતો, નિરખતો-નિહાળતો, તે, ત્યાં નિત્ય, આનંદ અને જ્ઞાનસ્વરૂપે સ્કુરાયમાણ થતો હોય છે.
“કઈ વસ્તુને હું મારા પોતાના આત્મા રૂપે જોઉં ?' - એમ તું પૂછતો હતો ને ? - ગુરુજી શિષ્યને પૂછે છે અને તેને ફરી આજ્ઞા કરે છે કે “હૃદયમાં (ઈ) આ પ્રમાણે હુરી રહેલા (પુ) આને જ તે આત્મા તું તે જાણી લે (વિદ્ધિ), સમજી લે.” મધ્યકાલીન ભક્તકવિ નરસિંહ મહેતાનું નિરીક્ષણ પણ આવું જ કંઈક છેઃ
જીવ” ને “શિવ’ તો આપ-ઈચ્છાએ થયા,
રચી પરપંચ ચૌદ લોક કીધા, ભણે નરસૈયો એ, તે જ તું, તે જ તું,
એને સમર્યાથી કંઈ સંત સીધ્યા ! . શ્લોકનો છંદ : શાર્દૂલવિક્રીડિત (૨૧૯)
૪૦૮ | વિવેકચૂડામણિ