________________
ચાલી રહી છે, અને એ જ સિદ્ધાંતનાં પ્રતિપાદન માટે, ગ્રંથકારે, જૂદાં જુદાં અનેક દષ્ટાંતો અને દૃષ્ટિકોણોને પ્રયોજ્યાં છે.
આ પહેલાં, ભ્રમને કારણે, દોરડાં(હનુ)માં સાપપ)ને જોનાર અજ્ઞાની માણસનું દષ્ટાંત અપાયું હતું. હવે અહીં, એવી જ ભ્રાંતિના સંદર્ભમાં, છીપલી (ગુરુ) અને ચાંદી(રા)નું દષ્ટાંત આપવામાં આવ્યું છે. એક જગ્યાએ છીપલી પડી છે, પરંતુ તેના પર સૂર્યનાં કિરણોનો પ્રકાશ પડવાને કારણે, અસાવધ માણસ એમ સમજે માને છે કે તે જેને જુએ છે, તે ચાંદી છે. આવાં ખોટાં પરિણામનું કારણ, પેલા અસાવધ-અજ્ઞાની માણસની ભ્રમણા જ છે. હકીકતમાં તો ત્યાં, છીપલી અને ચાંદી એવી બે વસ્તુઓ છે જ નહીં, માત્ર એક છીપલી જ છે. “આ (ત) ચાંદી છે, એવી એની પ્રતીતિ ભ્રમને કારણે જ સર્જાય છે.
એ જ રીતે, જગતમાં અનેક નામ-રૂપ-આકાર ધારણ કરેલી વસ્તુઓને જોનાર માણસ, સ્વસ્થ અને સાવધ ન રહે તો, જેને જેને તે જુએ તેના માટે, “આ” (á) એવું સર્વનામ (Pronoun) પ્રયોજીને, તે એવું સમજી-સ્વીકારી લે છે કે તે “જગત છે.” હકીકતમાં, જગત તો અસત્ય છે, મિથ્યા છે, તે અસ્તિત્વ જ ધરાવતું નથી.
ચાંદીનું અસ્તિત્વ હતું જ નહીં, ત્યાં એક છીપ જ હતી, છતાં છીપમાં જ પેલો માણસ ચાંદીનું દર્શન કરતો હતો તેમ, અવિદ્યા-અજ્ઞાનથી ભ્રાંત માણસને જગતમાં જે જે કાંઈ દશ્ય-વ્યક્ત નામ-રૂપ-આકાર ભાસે છે (ખાસ), અને જેના જેના માટે તે “આ” () શબ્દ પ્રયોજે છે તે, તે બધું (સવ) બ્રહ્મ જ (વિ) હોય છે. તાત્પર્ય એ છે કે “આ”-શબ્દનો પ્રયોગ (દંતા) જગત અને જગતની નામરૂપાત્મક વસ્તુઓ માટે નહીં, પરંતુ બ્રહ્મનાં નિરૂપણ માટે જ કરાય છે (જૂથ). એનું કારણ એ છે કે આરોપિત વસ્તુ (જગત, જગતમાંની વસ્તુઓ) આ બ્રહ્મમાં નામમાત્ર જ છે (નામમાä).
ફરી એક વાર પેલી સુપ્રસિદ્ધ છાંદોગ્ય-શ્રુતિને યાદ કરીએ : મૂળમાં, માત્ર માટી જ સત્ય છે, ઘડો-કોડિયું-નળિયું વગેરે આકારો અને નામ-રૂપો તો કલ્પિત છે. આ બધાં નામો-રૂપો, તે તે નામ-રૂપે, માટી માટે જ પ્રયોજાય છે અને તે બધાં નામ-રૂપો પણ માટીનો જ બોધ કરાવે છે.
એ જ રીતે, “આ'-શબ્દથી નિર્દેશ કરવામાં આવતા, જગતના સર્વ પદાર્થો દ્વારા, જેનું નિરૂપણ કરવામાં આવે છે તે સર્વ, ખરેખર તો, બ્રહ્મ જ છે. પેલી વ્યાવહારિક વસ્તુઓ તો બ્રહ્મમાં આરોપિત થયેલી છે અને તેથી તે બધી નામમાત્ર
જગતને અસત્ય સિદ્ધ કરવા માટેની ચર્ચા-વિચારણા અહીં સમાપ્ત થાય છે.
શ્લોકો છંદ : ઉપજાતિ (૨૩૮)
વિવેકચૂડામણિ | ૪૪૧