________________
શ્લોકનો ગદ્ય અવયઃ (માયા પંજોશા: - પતી પરીયોઃ ૩પાધી (ત:), તયો (૩૫થ્થો) સમ્યક્ નિરાશે, જે પ:, ન નીવ: (૧) (d.), (યથા) રાખ્યું નરેન્દ્ર (૩uTધ તિ), વેટ ટચ (૩પધ, તિ), તયો: (ઉપાધ્યોઃ) મપોરે ર ાના, ન મર: (a de) II ર૪૬ II
શબ્દાર્થ ઃ મુખ્ય વાક્ય : પતિ ૩૫ધી ત: પરીવયો | પર એટલે ઈશ્વર, ઈશ્વર અને જીવની, પરમાત્મા અને જીવાત્માની આ બે (એટલે કે, અનુક્રમે, માયા અને પંચકોશ) ઉપાધિઓ છે, નિરાસ એટલે દૂર કરવું, હટાવી દેવું, ત્યજી દેવું, નિરાશે, તે બંને ઉપાધિઓને સારી રીતે (વિ) દૂર કરવામા આવ્યા પછી, વેટ: એટલે ઢાલ, પી: એટલે સૈનિક, યોદ્ધો, લડવૈયો. રાજ્ય એ રાજાની ઉપાધિ છે અને ઢાલ એ સૈનિકની ઉપાધિ છે. (૨૪)
અનુવાદ: જેમ રાજ્ય એ રાજાની ઉપાધિ છે અને ઢાલ એ સૈનિકની ઉપાધિ - છે, પરંતુ એ બંને(ઉપાધિઓ)ને દૂર કરવામાં આવતાં, (કોઈ) રાજા રહેતો નથી, (કોઈ) સૈનિક રહેતો નથી; તેમ જ, (માયા અને પંચકોશ) એ બે, (અનુક્રમે), ઈશ્વર અને જીવની ઉપાધિઓ છે, પરંતુ એ બંને(ઉપાધિઓ)ને હટાવી દેવામાં આવ્યા પછી, નથી રહેતો ઈશ્વર અને નથી રહેતો જીવ. (૨૪૬)
ટિપ્પણ: રાજા અને સૈનિક, એ બંને મૂળભૂત રીતે મનુષ્યો છે, માણસો છે, પરંતુ રાજ્યનો માલિક બનતાં, માણસ રાજા બની જાય છે અને ઢાલ-તલવાર લઈને યુદ્ધમાં લડવા જતાં, એ જ માણસ સૈનિક બની જાય છે. એ બંનેને તે તે સ્થાનો પર આરૂઢ કરનાર તો, હકીકતમાં, અનુક્રમે, રાજ્યપ્રાપ્તિ અને હથિયારગ્રહણ જ છે. પરંતુ કોઈક કારણે, તે બંને (અનુક્રમે, રાજ્ય અને ઢોલ), તે બંને(અનુક્રમે, રાજા અને સૈનિકોની પાસે ન રહે, તેમની પાસેથી છીનવી લેવામાં આવે તો, તે બંને, અનુક્રમે, રાજા અને સૈનિક તરીકે ચાલુ રહી શકતા નથી. એ બંનેના હોદા-સ્થાન-પદનો આધાર, પેલી બે નિશાનીઓ પર રહે છે, અને તે બે નિશાનીઓને વેદાન્ત દર્શનની પરિભાષામાં “ઉપાધિઓ' કહેવામાં આવે છે. તાત્પર્ય એ છે કે આ ઉપાધિઓ બાહ્ય છે, કલ્પિત છે, આરોપિત છે, અસ્થાયી છે. મહિમા, રાજા હોવાનો કે સૈનિક હોવાનો નહીં, પરંતુ માણસ હોવાનો છે.
આ દૃષ્ટાંત પ્રમાણે, મૂળ તો એક જ શાશ્વત તત્ત્વ છે, નિરુપાધિક શુદ્ધ બ્રહ્મ. પરંતુ બ્રહ્મને માયાની અને જીવને પંચકોશની, - એમ, આ બંને “ઉપાધિઓ, તે જ મૂળ તત્ત્વ(બ્રહ્મ)ને વળગે ત્યારે, તે જ બ્રહ્મ, અનુક્રમે, ઈશ્વર અને જીવ બની જાય છે. પરંતુ માયા અને પંચકોશ, - એ બંને, માત્ર કલ્પિત છે, “ઉપાધિઓ' જ છે. માયા-નામક “ઉપાધિને કારણે બ્રહ્મ “ઈશ્વર' બને છે અને પંચકોશ-નામક ઉપાધિને કારણે, એ જ બ્રહ્મ જીવ બને છે. પરંતુ આ બંને ઉપાધિઓ, તાત્ત્વિક દષ્ટિએ, ભ્રાંતિ-અજ્ઞાન-અવિદ્યાનું જ પરિણામ છે. આ બંને ઉપાધિઓ, જ્ઞાનના
૪૫૮ | વિવેકચૂડામણિ