________________
છે, એને કોઈ નામ-રૂપ નથી, એટલે એની એક જ ઓળખ કે ‘તે બ્રહ્મ છે !' નાયતે, અસ્તિ વગેરે પેલા ષડ્-ભાવિકારોથી પણ બ્રહ્મ ‘પર' છે,. એટલે તેનામાં કોઈ પણ પ્રકારનાં વ્યય-ફેરફાર-પરિવર્તનો હોઈ શકે જ નહીં, તે ‘અવ્યય' છે. વ્યાકરણ(Grammar)માં નામ-ધાતુ-વિશેષણ વગેરેનાં રૂપમાં ફેરફાર થાય છે, પણ ‘અવ્યય (Adverb)' તે છે, જેમાં કોઈ ફેરફાર થતા જ નથી.
જગતની સર્વ ભૌતિક વસ્તુઓને જણાવવા-પ્રગટાવવા માટે બહારના કોઈક પ્રકાશની જરૂર પડે છે, પરંતુ બ્રહ્મ તો પોતે, પોતાની મેળે જ, પ્રકાશે છે. તે જ્ઞાનપ્રકાશ-સ્વરૂપ છે, ચૈતન્ય-જ્યોતિ છે, તેથી પોતાનાં પ્રાક્ટ્સ માટે, તેને બીજે ક્યાંયથી પ્રકાશ ઊછીનો લેવો પડતો નથી. સર્વને પ્રકાશનારને, વળી, અન્ય પ્રકાશની શી જરૂર ? તે તો ‘સ્વયંજ્યોતિ' છે, અને હંમેશાં, આ સર્વ વિશેષણોમાં નિર્દિષ્ટ એવું જે જે કાંઈ પ્રકાશે છે, તે બધું તે (બ્રહ્મ) જ છે (વિચિત્ તું ચાસ્તિ).
શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૪૦)
૨૪૧ ज्ञातृज्ञेयज्ञानशून्यमनन्तं निर्विकल्पकम् ।
केवलाखण्डचिन्मात्रं परं तत्त्वं विदुर्बुधाः ॥ २४१ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
જ્ઞાતૃજ્ઞેયજ્ઞાનશૂન્યમનાં નિર્વિકલ્પકમ્ ।
કેવલાખઽચિન્માત્ર પર તત્ત્વ વિદુબુંધાઃ ॥ ૨૪૧ ॥
શ્લોકનો ગદ્ય અન્વય : જ્ઞાતૃજ્ઞેયજ્ઞાનશૂન્ય અનાં નિવિજ્ય લેવલ-મલgવિન્માત્ર, પરં તત્ત્વ સુધાઃ વિપુઃ ॥ ૨૪૨ ॥
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : વુધા: પરં તત્ત્વ (i) વિપુઃ । જ્ઞાનીઓ પરમતત્ત્વને (આવું) જાણે છે, સમજે છે, ઓળખે છે. કેવું ? એનું વર્ણન કરતાં આ ચાર વિશેષણો : (૧) જ્ઞાતૃજ્ઞેયજ્ઞાનશૂન્યમ્ - જ્ઞાતા (Knower), જ્ઞેય (Known) અને જ્ઞાન (Knowledge), એ ત્રણ ભેદોથી રહિત, એવા ભેદો વિનાનું, (૨) અનન્તમ્ અનંત, અંત વિનાનું, (૩) નિવિનત્ત્પન્ જેમાં ‘આ કે તે ?' એવા વિકલ્પોને કશું સ્થાન નથી, એવું, કોઈ પણ પ્રકારના વિકલ્પો વગરનું, (૪) વા-અરવલ્ડ-વિમાત્રમ્ - કેવલ, અખંડ, ચૈતન્યસ્વરૂપ એવું, માત્ર અખંડજ્ઞાન-પ્રકાશ-સ્વરૂપ એવું. (૨૪૧)
-
ટિપ્પણ : અહીં પણ પર્ં તત્ત્વ, – એ શબ્દો પ્રયોજીને; ગ્રંથકારે, બ્રહ્મસ્વરૂપનું જ નિરૂપણ ચાલુ રાખ્યું છે. આ નિરૂપણ શ્રદ્ધેય અને પ્રમાણભૂત બની રહે તે માટે, તેમણે આ નિરૂપણના કર્તા તરીકે જ્ઞાનીઓ-આત્મજ્ઞાનીઓને રજુ કર્યા છે.
૪૪૬ | વિવેકચૂડામણિ
–