________________
કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનું જ્ઞાન થાય ત્યારે, એના સ્પષ્ટ એવા બે ભેદ ઉપસી આવે : એક, જાણનાર, જ્ઞાતા, “જાણવું ક્રિયાપદનો કર્તા (subject), Knower, અને બે, જેને જાણવાનું છે તે, શેય, “જાણવું' એ ક્રિયાપદનું કર્મ (Object), Known. પરંતુ આ કોઈ સામાન્ય વસ્તુ કે વ્યક્તિનાં જ્ઞાનની વાત નથી, આ તો બ્રહ્માંડનાં પરમ-તત્ત્વનાં જ્ઞાનની, પરમજ્ઞાનની, સર્વોચ્ચ જ્ઞાનની(Knowledge Par Excellence) વાત છે. મુંડક ઉપનિષદના આરંભમાં, મહાશાલ શૌનકે, સદ્ગુરુ અંગિરા-ઋષિ સમક્ષ, વિધિપૂર્વક “સમિત્પાણિ' બનીને, જે જ્ઞાનનાં અનુસંધાનમાં પાયાનો પ્રશ્ન પૂછ્યો હતો, તે જ્ઞાનની આ વાત છે. પ્રસિદ્ધ મહાગૃહસ્થ શૌનકનો પ્રશ્ન આ હતો : “હે ભગવન ! એવું કયું જ્ઞાન છે, જેને જાણ્યાથી, સમગ્ર વિશ્વમાં જાણવા યોગ્ય) સર્વ જ્ઞાન વિશેષ રીતે જાણવામાં આવી રહે ?'- ,
कस्मिन्न भगवो विज्ञाते सर्वं इदं विज्ञातं भवति. इति (१,३)
ઘડો તો, માટી(ઉપાદાન કારણ)નું, કલ્પિત નામ-રૂપ ધારણ કરનારું માત્ર કાર્ય જ છે. કાર્યનું અસ્તિત્વ કારણથી ભિન્ન હોઈ શકે જ નહીં. માટી(ઉપાદાન કારણ)ને જાણ્યા પછી કુલડી-કંડું-નળિયું-ઠીબડું વગેરેનું જ્ઞાન આપોઆપ થઈ જાય ! માટીનું જ્ઞાન એ જ મૂળ અને સાચું જ્ઞાન છે. (કૃત્તિ તિ વ સત્યમ્ ).
પેલા “મહાશાલ' શૌનકનો પ્રશ્ન આવાં જ્ઞાન માટેનો હતો. પરમ-તત્ત્વનાં આવા જ્ઞાનમાં સર્વ દૈત-પ્રપંચનું નિવારણ થઈ જાય, અને એવાં જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે, જ્ઞાતા-શેયના ભેદો માટે તો કશો અવકાશ જ ન રહે, કારણ કે બ્રહ્મ પોતે જ એક-અદ્વિતીય-અદ્વૈત છે, ત્યાં કોઈ દ્વતને સ્થાન જ નથી, તો પછી જ્ઞાતાશેય-જ્ઞાન, જેવાં “ત્રત’નાં હોવાની તો શક્યતા જ કેવી રીતે રહે ? જે સ્વયં અભેદમૂર્તિ છે, તેને, વળી ભેદ' સાથે શો સંબંધ ? બ્રહ્મ એટલે જ “ભેદશૂન્યતા”.
અને જે અજ છે, અજન્મા છે, જેનો કોઈ “આદિ નથી, તેનો વળી, “અંત' કેવો ? એ તો અંતરહિત, અનંત જ હોય !
વળી, “વિકલ્પો' ક્યાં હોય ? – જ્યાં એકથી વધુ સંખ્યાની શક્યતા હોય ત્યાં, “આ કે તે, કે પેલું, “પહેલું કે બીજું કે ત્રીજું,' - એવા વિકલ્પો (options) માટે, વં પર્વ અદિતીય - એવા બ્રહ્મ પાસે, શી ગણના ? આવો કોઈ પ્રશ્ન જ અનુચિત, અપ્રસ્તુત, અનાવશ્યક !
એ જ રીતે, પરમતત્ત્વનું ચિરૂપ, ચૈતન્યસ્વરૂપ, જ્ઞાનપ્રકાશ-સ્વરૂપ પણ એવું અજોડ (Unique) છે કે ત્યાં, તેના સાતત્ય(અખંડપણાં)નો કે કેવલ્યનો (કેવળપણાંનો) સવાલ જ કદી ન ઉદ્ભવે. જે સ્વયં “ચિન્માત્ર' છે ત્યાં, જડમાં જ સંભવી શકે તેવા ખંડ-ભેદ-ભાગ તો હોઈ શકે જ નહીં !
ઊંડી અને અવિરત સાધનાને અંતે, આત્મજ્ઞાનીઓએ સંપાદિત કરેલી એવી આ ઉપલબ્ધિ છે. (વૃધા વિ )
શ્લોકનો છંદ : અનુપ (૨૪૧)
વિવેકચૂડામણિ | ૪૪૭