________________
અનુવાદ : બ્રહ્મ સત્ય, જ્ઞાન, અનંત, વિશુદ્ધ, સર્વોત્કૃષ્ટ અને સ્વયંસિદ્ધ છે. નિત્ય, માત્ર આનંદના જ રસાસ્વાદરૂપ એવું (આ) બ્રહ્મ અંતરાત્માથી અભિન્ન છે અને તે નિરંતર વિજયી બની રહે છે. (૨૨૭)
ટિપ્પણ: જે જ્ઞાની સાધક પોતાને બ્રહ્મસ્વરૂપ જાણે-સમજે, તેને ફરીથી આ સંસારની જન્મમરણની, જંજાળમાં ફસાવાનું રહેતું નથી, એટલે કે તે મોક્ષ પામે છે. આમ, મુમુક્ષુ સાધક માટે બ્રહ્મ'-અભિન્ન તત્ત્વ-વિજ્ઞાન, એટલે કે બ્રહ્મ સાથેની એકતાનું સમ્યક જ્ઞાન અનિવાર્ય બની રહે છે.
આ બ્રહ્મનું મૂળભૂત સ્વરૂપ કેવું છે ?
એ એવું તો પર એટલે કે સર્વાતિશાયી, સ્વયંસિદ્ધ અને સર્વોત્કૃષ્ટ છે કે એ નિરન્તર વિજયી બની રહે છે. બ્રહ્મસ્વરૂપની આ લાક્ષણિકતા માટેનાં સર્વ શ્રુતિપ્રસિદ્ધ વિશેષણો આ શ્લોકમાં પ્રયોજાયાં છે.
શ્લોકનો છંદ : ગીતિ (૨૨૭)
૨૨૮ सदिदं परमाद्वैतं स्वस्मादन्यस्य वस्तुनोऽभावात् ।
न ह्यन्यदस्ति किंचित् सम्यक् परमार्थतत्त्वबोधे हि ॥२२८॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
સદિદે પરમાદ્વૈત સ્વસ્પાદન્યસ્ય વસ્તુનોડભાવાતા ન હાન્યદસ્તિ કિંચિત્ સમ્યક પરમાર્થતત્ત્વબોધે હિ . ૨૨૮ /
શ્લોકનો ગદ્ય અન્વયઃ માત્ બચશ્ય વસ્તુનઃ અપાવાન્ પરમ-ગાં सत् (अस्ति), सम्यक् परमार्थबोधे हि अन्यत् किंचित् न अस्ति ॥ २२८ ॥
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : ફ્લે પરમ-દ્વૈત નું (તિ) |
મત - અભેદ, અભિન્નતા, ઐક્ય, એકતાઃ ત - એટલે, જૂદા જૂદાં બે હોવાની પરિસ્થિતિ, “અદ્વૈત' એટલે દૈતનો અભાવ. અહીં કઈ બે વસ્તુઓનાં અદ્વૈતની વાત પ્રસ્તુત છે? બ્રહ્મ સાથે જીવ અને જગતનું, બ્રહ્મ અને બ્રહ્માંડનું, જગત અને જગદીશનાં અદ્વૈતની વાત પ્રસ્તુત છે. બ્રહ્મ સાથે જીવ અને જગતનું, બ્રહ્મ અને બ્રહ્માંડનું, જગત અને જગદીશનું અદ્વૈત એ કેવું છે ? પરમ એટલે સર્વોચ્ચ-સર્વશ્રેષ્ઠ પ્રકારનું, આજકાલનું નહીં, પરંતુ હંમેશનું, સર્જનજૂનું, શાશ્વત, Eternal. 7 - એટલે સત્ય. આવું, આ બે વચ્ચેનું, શાશ્વત અદ્વૈત સત્ય છે. પરંતુ આ પ્રકારનાં વિધાનનું સમર્થન શું? સ્વમાન્ બચી વસ્તુનઃ અપાવાન્ ! પોતાનાથી, એટલે કે બ્રહ્મ સિવાય, આત્મતત્ત્વ સિવાય, બીજી કોઈ વસ્તુ ન હોવાથી. આ બે તત્ત્વોનાં અદ્વૈતને ખોટું (1) સાબિત કરવા માટે, અન્ય કોઈક વસ્તુનું અસ્તિત્વ તો હોવું જોઈએને ! – છે જ નહીં ! મચત્ વિવત્
વિવેકચૂડામણિ | ૪૨૧