________________
‘ઘડો’ એવું નામ, એવું રૂપ, એવો એનો આકાર,
એ બધું જ મિથ્યા કલ્પના, અજ્ઞાન, મોહ વગેરેને કારણે માટીમાં કલ્પવામાં આવ્યું છે, અને એ જ મિથ્યા કલ્પનાને માટી પર આરોપિત કરવામાં આવી છે. હકીકતમાં, આ સમગ્ર પ્રક્રિયામાં અંશમાત્ર પણ વાસ્તવિકતા (Reality) નથી. મિથ્યા નામમાત્રની કલ્પનાને કારણે, ઘડો માટીથી ભિન્ન કેવી રીતે હોઈ શકે ?
માટી-ઘડાનું આ દૃષ્ટાંત, બ્રહ્મ અને બ્રહ્માંડ વચ્ચેના ‘અદ્વૈત’-સંબંધની પશ્ચાદ્ભૂ (Back-ground)માં રહીને, સાધકને મદદરૂપ બની શકે, એ જ ઉદેશ છે, ગ્રંથકારનો, આ દૃષ્ટાંત યોજવા પાછળ !
છાંદોગ્ય-ઉપનિષદના પ્રપાઠક-૬માં, પિતા ઉદાલક સાથેની ચર્ચામાં, શ્વેતકેતુએ પૂછ્યું કે “જેના વડે ‘નહીં સાંભળેલું' સાંભળેલું' થાય, ‘નહીં-તર્ક કરેલું’ ‘તર્કકરેલું' થાય, ‘નહીં-નિશ્ચય કરેલું’ ‘નિશ્ચય-કરેલું' થાય, હે ભગવન્ ! કેવી રીતે આવો આદેશ થાય છે ?'
-
येन अश्रुतं श्रुतं भवति, अमतं मतं भवति, अविज्ञातं विज्ञातं भवति इति कथं नु भगवः स आदेशो भवति इति ॥ ६,१,३ ॥ ત્યારે ઉદાલક-મુનિએ જે ઉત્તર આપ્યો, નીચે પ્રમાણે, તેનું જ અહીં અનુસંધાન છે ઃ
‘હે પ્રિયદર્શન ! જેમ એક માટીના પિંડ વડે (એટલે કે માટીનો પિંડ જાણવામાં આવ્યા પછી), માટીનાં સર્વ ‘કાર્યો' (એટલે કે માટીમાંથી ઉત્પન્ન થયેલી સર્વ વસ્તુઓ) સારી રીતે જાણવામાં આવે છે (તેમ જ આ સમજવું) : વાણીનો વિષય ‘કાર્ય’-માત્ર નામ જ છે, સત્ય નથી, મૃત્તિકા જ સત્ય છે.' ઃ
यथा एकेन सोम्य मृत्पिण्डेन सर्वं मृन्मयं विज्ञातं स्यात्
वाचारम्भणं विकारो नामधेयं, मृत्तिका इति एव सत्यम् ॥ ६,१,४ ॥ ટૂંકમાં, માટીમાંથી બનેલી સર્વ વસ્તુઓ—કોડિયું, બરણી વગેરે વસ્તુઓ, વાણીના આધારે વિવિધ વિકારો, ફક્ત નામમાત્ર જ છે.
વાવારમ્ભળમ્ – વાળું - આ છેલ્લું વાક્ય સમગ્ર ઉપનિષદ-સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે. અહીં, આ શ્લોકમાં, ‘અદ્વૈત’ અથવા અભેદના સિદ્ધાન્તનાં નિરૂપણમાં આ જ શ્રુતિવચનનો આધાર લેવામાં આવ્યો છે, જેનો મર્મ એ છે કે ‘કાર્ય'નો ‘કારણ’થી હંમેશાં અભેદ હોય છે, તેથી સર્વ ‘કાર્યો' ‘કારણ’-રૂપ જ છે : વાણીનો વિષય જે ‘કાર્ય’, તે તો નામમાત્ર જ છે, સત્ય નથી.
શ્લોકમાં, મૃષા લ્પિતનામમાત્ર: મ્મ: વુત: (સ્થાત્) | - એવા જે શબ્દો છે તેમાં, છાન્દોગ્ય ઉપનિષદનાં, વાવારમ્ભળવાળાં આ વિધાનનું જ ભાષ્ય મળે છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૩૦)
૪૨૬ / વિવેચૂડામણિ