________________
સ્વરૂપને, પૂરેપૂરું જાણી લેવું જોઈએ (નિનપૂર્વ સમ્યક્ વિજ્ઞાય). પરંતુ આ સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ પહેલાં, તેણે બહુ મોટો એક ત્યાગ કરવાનો હોય છે. આ ત્યાગ પર જ પેલી પ્રાપ્તિ અવલંબિત છે, પ્રાપ્તિની પૂર્વ-શરત (Pre-condition) છે. ત્યાગ શાનો ત્યાગ કરવાનો છે ? સ્થૂળ શરીર વગેરે અનેક અનર્થો-ઉપાધિઓ-અનાત્માઓની ગુફામાં પડેલા ‘ચિદાભાસ’નો. ‘ચિદાભાસ' (ચિત્+આભાસ) એટલે મૂળ-ચૈતન્ય (વિતા) નહીં, પરંતુ તેનો માત્ર આભાસ, ફક્ત તેનું પ્રતિબિંબ. આ ‘ચિદાભાસ'નો ‘ત્યાગ’ થાય કે તરત જ પેલી, નિજરૂપનાં સમ્યગ્-જ્ઞાનની ‘પ્રાપ્તિ’ થઈ જાય ! અને જે નિજરૂપને પામે, તેને ‘પાપ’ કેવાં ને ‘રજોગુણ' કેવાં ? એ તો તત્ક્ષણ ‘નિષ્પાપ’ અને ‘નિર્મલ’ થઈ જાય, અને આવા સમ્યગ્-જ્ઞાનીની સામે તો ‘મૃત્યુ’નું ય ગજું જ શું, કે તે ઊભું રહે !
:
પરંતુ એ હરગીઝ ભૂલવાનું નથી કે આવો બધો ‘ચમત્કાર' છે, માત્ર પેલાં . ‘નિજરૂપ’નો, એનાં સ્વરૂપનો ! આ સ્વરૂપ માટે, આચાર્યશ્રીએ જે થોડાં વિશેષણો પ્રયોજ્યાં છે, તે સંપૂર્ણરીતે સૂચક (Significant) છે, અને ધ્યાનપૂર્વક સમજવા જેવાં છે : તે ‘અખંડબોધસ્વરૂપ' છે, અવિનાશી, મૂર્તિમંત જ્ઞાન છે, સર્વનો પ્રકાશક, દ્રષ્ટા (Seer) અને એકમાત્ર સાક્ષી છે, સત્ અને અસત્ - એ બંનેથી તે વિલક્ષણ છે, એટલે કે જે કાંઈ આ જગતમાં કાર્યરૂપે વ્યક્ત થાય છે અને જે માયારૂપી અવ્યક્ત કારણ છે, - તે બંનેથી ભિન્ન છે. વળી, તે ‘નિત્ય', ‘વિભુ’ અને ‘સર્વગત' છે : તેનો કદીયે અભાવ હોતો નથી, માટે તે ‘નિત્ય' છે. તે સર્વત્રવ્યાપ્ત છે, સર્વવ્યાપી છે, Omnipresent છે, તેથી તે ‘વિભુ’ છે, અને તે સર્વનું અધિષ્ઠાન છે, સર્વમાં અનુગત છે, અનુચૂત છે, એટલે જ તે ‘સર્વગત' છે. પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન વગેરે પ્રમાણોથી કે મન અને ઇન્દ્રિયોથી એને જાણી ન શકાય એટલું તે સુ-સૂક્ષ્મ છે, અત્યંત સૂક્ષ્મ (Most Suttle) છે. ‘અણુ’ (Atom) એટલે નાનામાં નાનું (Smallest), પરંતુ આ તો ‘અણું’થીયે વધારે નાનું છે :
શબ્દ
અને એને કશો ‘આકાર' જ નથી, એ તો નિરાકાર જ છે, પછી એને ‘બહાર’ (વદિઃ) શું અને ‘અંદર' (અન્તઃ) શું ? - એ તો સદા અન્તર્વશૂિન્ય જ છે ! અને સૌથી છેલ્લું, છતાં સૌથી મહત્ત્વનું (Last but not the least) વિશેષણ એટલે આત્મનઃ અનન્યમ્. આમ તો, આ સ્વરૂપ માટે નિગ પ્રયોજ્યો છે, એ જ એવી પ્રતીતિ માટે પર્યાપ્ત છે કે સાધકે જેનું સમ્યગ્-જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે પોતાનું છે, સ્વકીય છે અને પોતાનાં સ્વરૂપથી તે સંપૂર્ણરીતે અભિન્ન છે, – આત્માનું પરમ સ્વરૂપ જ જ્યાં નિજ-સ્વરૂપ બની રહે ! આ તો પોતે જ પોતાને જુએ-જાણે-અનુભવે, એ પ્રકારનો આધ્યાત્મિક ચમત્કાર (Spritual Miracle) ! અને, અહીં, આ આત્મદર્શનમાં, આત્મજ્ઞાનમાં, આત્માનુભૂતિમાં તો, બસ, મુક્તિ જ, મુક્તિ ! મોક્ષ જ મોક્ષ ! મોક્ષનો મહોત્સવ !
શ્લોકોનો છંદ : ઉપજાતિ (૨૨૧, ૨૨૨, ૨૨૩) ૪૧૪ / વિવેચૂડામણિ