________________
સર્વવિદ્, સર્વજ્ઞ, - એવો આત્મા. આવા આત્માને તું, તારી અતિસૂક્ષ્મ બુદ્ધિ વડે, જાણ. (૨૧૫-૨૧૬)
અનુવાદ : શ્રી ગુરુજી બોલ્યા : હે વિદ્વાન ! તેં જે કહ્યું, તે સાચું છે. વિચાર કરવામાં તું નિપુણ છે. અહંકાર વગેરે સર્વ વિકારો, અને તેમનો અભાવ પણ, તે બધું જેનાથી અનુભવાય છે, અને જે પોતે કોઈથી અનુભવાતો નથી, તે સર્વવિદ્ આત્માને અતિસૂક્ષ્મ બુદ્ધિ વડેનું જાણી લે. (૨૧૫-૨૧૬)
ટિપ્પણ : અધ્યયન-અધ્યાપન તથા વિદ્યા-વિતરણનો એક સ્થાયી સિદ્ધાન્ત એ છે કે અધ્યાપકે એવી રીતે અધ્યાપન કરવું જોઈએ કે જેથી અધ્યાપકનું પ્રવચન સાંભળ્યા પછી, શિષ્ય તેના પર ઊંડું ચિંતન-મનન કરે અને ગુરુજીનાં અધ્યાપન અંગે, તેને ન સમજાતા કેટલાક મુદ્દા તે સ્વતંત્ર રીતે ઊભા કરે અને ગુરુજી પાસે એ મુદ્દાઓનું સ્પષ્ટીકરણ માગે. ગુરુ બોલ્યા કરે અને શિષ્ય સાંભળ્યા કરે, એટલું જ નહીં, પણ તે બધું તે સ્વીકારી જ લે, - અધ્યાપનની તે પદ્ધતિ આદર્શ નથી. શિષ્યની જિજ્ઞાસા જાગૃત કરવી અને જે કંઈ શિષ્યે સાંભળ્યું તેમાંથી તે ખરેખર કેટલું સમજ્યો, તેનું નિષ્કર્ષણ (Elicitation) પણ ગુરુએ શિષ્ય પાસેથી જ કરવું જોઈએ. આમ થાય તો જ, ગુરુનું અધ્યાપન અને શિષ્યનું અધ્યયન સફળ અને સાર્થક થાય. વિદ્યાવિતરણની આ આ જ પદ્ધતિ પ્રાચીન કાળમાં સમગ્ર વિશ્વમાં સ્વીકારવામાં આવી હતી : શ્રીકૃષ્ણ-અર્જુન (ગીતા), યાજ્ઞવલ્ક્ય-ગાર્ગી (બૃહદારણ્યકઉપનિષદ), યમ-નચિકેતા (કઠ ઉપનિષદ), અંગિરા-શૌનક (મુંડક-ઉપનિષદ), વગેરે પૌરસ્ય દષ્ટાંતો જેમ જાણીતાં છે, તેમ જ સોક્રેટીસ-પ્લેટો-એરિસ્ટોટલ વગેરે પાશ્ચાત્ય નામો પણ એટલાં જ પ્રસિદ્ધ છે. અરે, ભારતીય પરંપરામાં તો, સુકેશા વગેરે છ મુનિઓ, જ્ઞાનપ્રાપ્તિ માટે, ભગવાન પિપ્પલાદને શરણે ગયા હતા, તેમાં ગુરુ અને શિષ્યો વચ્ચે, જ્ઞાનવિતરણ અને જ્ઞાનનિષ્કરણનું માધ્યમ જ ‘પ્રશ્નો’નું હતું તેથી, તે ઉપનિષદને તો નામ જ પ્રશ્નોપનિષદ' એવું અન્વર્થક આપવામાં આવ્યું હતું !
અહીં પણ, પાંચ કોશનાં સ્વરૂપનાં સુદીર્ઘ નિરૂપણ પછી, શિષ્ય બધું જ સ્વીકારી લેતો નથી અને શ્લોક-૨૧૪માં તેણે રજુ કરેલી આશંકા એમ સાબિત કરે છે કે ગુરુજીએ તેને મનન-મંથન કરવા પ્રેર્યો છે, તેની જિજ્ઞાસાવૃત્તિને જાગૃત કરી છે અને ગુરુજીનાં અધ્યાપનને તેણે કેટલું આત્મસાત્ કર્યું છે, એટલું જ નહીં પરંતુ તેણે શ્લોક-૨૧૪માં પૂછેલા પ્રશ્ન પરથી, એવો ખ્યાલ આવે છે કે ગુરુજીએ એની જ પાસેથી આ વાતનું નિષ્કર્ષણ (Elicitation) કર્યું છે. અને આ હકીકતનું સમર્થન આપણને ગુરુજીનાં પ્રથમ બે વિધાનોમાં મળી રહે છે ઃ એક તો એ કે ગુરુજીનાં પ્રવચનને તેણે પૂરેપૂરું આત્મસાત્ કર્યું છે એવી પ્રસન્નતા ગુરુજી પોતે એમ કહીને વ્યક્ત કરે છે કે ‘હે વિદ્વાન ! તેં જે કહ્યું તે સાચું છે' (ત્વયા સત્યં ડમ્), અને બીજું એ કે વિચારણા બાબતમાં શિષ્ય નિપુણ છે એવો એકરાર ગુરુજી પોતે કરે છે. (વિવારને ત્યું નિપુન: અત્તિ )
:
૪૦૨ | વિવેકચૂડામણિ